________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગલગંડ, ગંડમાળ, ગ્રંથિ, અબુંદ અને વિધિરિગ ૭૭
માંસ બહાર નીકળતું જાય છે. આખરે એ સડે હાડકાં સુધી પહેચે છે એટલે રોગી મરણ પામે છે. ઉપર કહેલા છ પ્રકારના અબુંદરેગનાં જુદાં જુદાં લક્ષણે માધવનિદાનમાંથી જોઈ લેવાં.
વિધિરાગ:-અત્યંત વૃદ્ધિ પામેલા તથા હાડકાંને આશ્રય કરીને રહેલા વાતાદિ દે ત્વચા, લેહી, માંસ અને મેદને બગાડી, ધીમે ધીમે ભયંકર સેજો ઉત્પન્ન કરે છે અને આ સજાનું મૂળ હાડકાં સુધી પહોંચેલું હોય છે. આ સેજે ઘણે તીવ્ર પીડાકારક થાય છે. આ વિદ્રધિરોગ વાયુ, પિત્ત, કફ, સન્નિપાત, ક્ષત અને રક્ત મળી છ પ્રકારના થાય છે. એ વિદ્રધિના છયે પ્રકારના દે પ્રમાણે તેનાં લક્ષણે થાય છે. પરંતુ જેમ ક્ષયરોગમાં લેમપ્રતિલેમની રીતે તેના ઘણા ભેદ છતાં બેજ ભેદ પાડી શકાય છે; તેમ આ વિદ્રધિરોગમાં આંતરવિદ્રધિ અને બહિરવિદ્રધિ એવા બે ભેદ પાડી શકાય છે. આંતરવિદ્રધિનું લક્ષણ એવું છે કે, તેની શરૂ આત હાડકાંની પાસેથી થઈને સ્નાયુ, ચરબી, માંસ, લેહી અને છેલ્લે રસને બગાડી ઉપર આવે છે અને બહિરવિધિ લેહીમાંથી ઉત્પન્ન થઈ કેઈવાર ચિકિત્સકની ભૂખતાને લીધે માંસમાં, મેદમાં અને છેલ્લે હાડકાંમાં પહોંચે છે, એ વિદ્રધિ રોગનાં જુદાં જુદાં લક્ષણે જાણવા ઈચ્છનારે માધવનિદાનમાંથી જાણું લેવાં.
જે વિધિ હાડકાંમાંથી આવે છે તે ઘણું કરીને અસાધ્ય નીવડે છે. તેમ બહિરવિદ્રધિ જેમ જેમ ઉપરથી નીચે જાય છે, તેમ તેમ અસાધ્ય થાય છે. જો કે ગંડમાળા અપચિ, ગ્રંથિ અબુંદ અને વિદ્રધિ એ બધા એક વંશમાંથી ઉત્પન્ન થયેલા પિત્રાઈઓ જેવા છે; અને ઘણું કરીને તમામ વ્યાધિની ચિકિત્સા પણ એકસરખી રીતે કરવામાં આવે છે, તે પણ ગલગંડથી માંડીને વિદ્રધિ સુધીના વ્યાધિઓ ઉત્તરોત્તર વધવામાં ઉતાવળિયા, પાકવામાં મેડા અને પ્રાણ લેવામાં તાકીદ કરનારા હેય છે. તેમાં
For Private and Personal Use Only