________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રોગ
૮૩૩
ક
-
-
-
-
કહે છે. કફ, મેદ અને વાયુએ ત્રણે માંસ, નસ અને સ્નાયુમાં પ્રવેશ કરી ગાંઠ ઉત્પન્ન કરે છે, તે ગાંઠ ફૂટક્યા પછી તેમાંથી મધ, ઘી કે ચરબીના જેવી રસી ઝરે છે. તેમાં વાયુ પાછા કુપિત થઈને વિશેષ વૃદ્ધિ પામી માંસને સૂકવી નાખી, ઝીણી ઝીણી સરસવના દાણા જેવી ગોળીઓ બનાવે છે, તેને શર્કરા કહે છે. ઉપર વર્ણવેલી શર્કરા થયા પછી જ્યાં તે થઈ હોય ત્યાંની રગોમાંથી દુર્ગંધયુક્ત, કલેદયુક્ત, વ્રત, મેદ અને વસા જેવું વિવિધ રંગનું લેહી કરવા માંડે છે, તેને શરાબુદ કહે છે. જે માણસને પગે ઘણી મજલ કરવી પડે છે અથવા જે માણસના પગ વાયુના સંબંધથી અત્યંત લૂખા પડી જઈ પગનાં તળિયાંમાં કીડા પડે છે, તેને પાદદારી કહે છે. ચાલતાં પગમાં પથ્થરની અણું ખેંચવાથી કે કાંટે વાગી ભરાઈ રહેવાથી ચણીબોરના ઠળિયા જેવડી જે ગાંઠ બંધાય છે, તેને દર અથવા પણ કહે છે. ગંધાતો, સડેલો કાદવ પગના આંગળાંની વચ્ચે ભરાઈ રહેવાથી આંગળાંની વચ્ચેની ચામડી કેહી જાય છે, તેને અલસ કહે છે. પિત્ત વાયુ સાથે કુપિત થઈ માથાના વાળનાં છિદ્રોમાં જઈને રહે છે તેથી વાળ ખરી પડે છે. એટલે કફ અને રક્ત વાળનાં છિદ્રોને પૂરી નાખે છે, તેથી ટાલ પડેલા માથાને તેટલા ભાગ પર ફરીથી વાળ ઊગતા નથી, તેને ઇદ્રલુમ કહે છે. કફવાયુના કોપથી વાળવાળા માથાને ભાગ અતિ કઠણ થઈ પછી તેમાં વલુર આવે છે, ચામડી ખરબચડી થાય છે અને વલૂરવાથી થોડી રસી ફૂટી આવે છે, તેને દાણું કહે છે. રક્ત, કફ અને કૃમિના સંબંધથી માથા પર જે ચકામાં પડે છે અને તેને ચાળણી જેવાં પુષ્કળ મોઢાં હોય છે તથા તેમાંથી રસી ઝરે છે, તેને અરશિ કહે છે. ક્રોધ, શેક અને શ્રમથી ઉત્પન્ન થયેલી શરીરની ગરમી અને પિત્ત, આ બન્ને માથામાં જઈને માથાના વાળને પકવે છે, તે પ્રથમ ભૂરા રંગના અને પરિણામે સફેદ થાય છે, તેને પલિત કહે છે. કફ
For Private and Personal Use Only