________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
વાયુના કેપથી રૂના છેડના કાંટા જેવી જુવાન માણસને મુખ ઉપર ફેલ્લીઓ થાય છે તેને તારુણ્યપિટિકા કહે છે. કમળના કાંટા જેવા કાંટાથી ભરેલું પાંડુવાણું અને કંયુક્ત જે મંડળ ઊઠે છે અને જેમાં કફ અને વાયુ પ્રધાન છે, તેને પશ્વિનીકંટક કહે છે. કફ-રક્તથી જન્મની સાથેજ થયેલું એકસરખું, લગાર ઊ૫સેલું, પીડા વિનાનું જે મંડળ થાય છે, તેને જતુમણિ (લાખું) કહે છે. વાયુથી અંગ પર અડદના દાણા જેવડી કાળી, વેદનારહિત, સ્થિર, કઠણ, ઉપરથી લગાર અધ્ધર એવી જે માંસની ગાંઠ બંધાય છે, તે માંસ (મસા) કહેવાય છે. વાત, પિત્ત અને કફના કેપથી તલ જેવડા કાળા રંગના ન દુઃખે એવા, ચામડીની લગોલગ ડાઘા પડે છે, તે તિલકાલ કિવા તલ કહેવાય છે. શરીર પર મુખ વગરના તેમજ મોટા કિંવા નાના, કાળા અથવા ઘેળા રંગ, ના, પીડા વિનાના જે ડાઘા પડે છે, તેને છ કહે છે. કોઈ અને શ્રમથી કુપિત થયેલ વાયુ, પિત્તમાં મળી જઈ, મુખ ઉપર આવી એક મંડળ ઉત્પન્ન કરે છે, તેને વ્યંગ કહે છે. ઉપર કહેલું મંડળ કાળું હોય છે અને તે મુખ તથા શરીર ઉપર ઊઠે છે, તેને તિલિકા કહે છે. ઉપથ ઈન્દ્રિય ચળવા કે રગડવાથી અથવા તેના ઉપર કાંઈ વાગવાથી, વ્યાનવાયુ કુપિત થઈ, ઈન્દ્રિયની કથળીમાં ભરાઈ, પછી તે ચામડીને પાછી ખેંચી લાવે છે, એટલે ઉપર ચઢાવે છે. વળી તેનાથી ઈન્દ્રિયકેષ (આખી ઈન્દ્રિય) સૂજી આવી મણિની નીચે એક ઝુલતી ગાંઠ બાઝે છે. તેમાં બળતરા થઈ ઠકા મારે છે અને કઈ વખતે ગાંઠ પાકે છે. એ ગાંઠ વાયુપ્રધાન છે. કફપ્રધાન થતાં તે ગાંઠ કઠણ થાય છે અને પિત્તપ્રધાન હોય તે પાકી જાય છે. એવી ગાંઠને પરિવર્તિકા કહે છે. જે સ્ત્રીની પેનિનું દ્વાર નાનું છે, તે સ્ત્રીની સાથે પરાણે સંગ કરવાથી, કિંવા ઈન્દ્રિથની કથળીની ચામડીને બળથી હાથે ઊલટી કરી, ઉપર ચઢાવ
For Private and Personal Use Only