________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુદરેગ
૮૭૭
એક ચેખાપૂર છ મહિનાથી અંદરના બાળકને, એક રતી છ મહિનાથી ઉપરના અને ત્રણ વર્ષની અંદરના બાળકને અને વધુમાં વધુ એક વાલ, મોટા માણસને દૂધ સાથે આપવાથી ચામડીની ઉપરના સૂકા તથા લીલા શુદરેગો મટી જાય છે. અથવા એક શેર ગંધક લઈ, તેમાં શેર મીઠું મેળવી દિવસમાં આઠ કલાક બરાબર ખલ કરે. સાંજે તેને એક તપેલામાં કાઢી નાખી તેમાં ચોવીસ રતલ પાણી નાખી હલાવી રહેવા દેવું. બીજે દિવસે તેની ઉપરથી નીતરતું પાણી કાઢી નાખી, તળિયે જે ગંધક રહે તેમાં બીજું બે રતલ મીઠું મેળવી આઠ કલાક ખેલ કર ને રાત્રે પાછું વીસ રતલ પાણીમાં પલાળી સવારે નિતારી, પાછું બશેર મીઠું નાખી ખલ કરે. એ પ્રમાણે એકવીસ વખત એટલે બેતાળીસ સ્તલ મીઠા સાથે ગંધકને ઘૂંટ, જેથી ગંધકને પીળો રંગ નીકળી જઈ તે સફેદ થાય છે. ગંધકમાંથી પાણી નિતારી કાઢતાં જેમ જેમ દિવસ જાય છે, તેમ તેમ ગંધક બારીક વટાયેલ હોવાથી પાણી સાથે ચાહે જાય છે. એટલા માટે નીતરતું પાણી નીતરી જાય કે વધારાનું પાણી અટકાવી દઈ, તે તપેલાને કડવકું મૂકી, એક કપડાનો કટકે પાણીથી પલાળી, નિચાવ્યા વિના એવી રીતે મૂકો કે, તેને એક છેડો ગંધક પર પહોંચે અને બીજે છેડે ગંધકવાળા તપેલાની કેરની નીચે લટકતો રહે, એટલે સાયફનની રીતે ગંધકમાંનું તમામ પાણું બહાર ટપકી જશે અને ગંધક પાણી સાથે જશે નહિ પણ તપેલામાં કેર પડી જશે. તેવી રીતે એકવીસ વખત ગંધક વાટયા પછી તે ગંધકમાં ચોખ્ખું પાણી ઉમેરી તે ભૂકાને ધોઈ લે; એટલે તેમાંનું પાણી પણ સાયફનની રીતે બહાર ટ૫કાવી કાઢવું. એક વાર, બે વાર કે ચાર વાર ચેખા પાણીએ ધોતાં તે પાણીને ચાખી જતાં ખારાશ લાગે નહિ ત્યારે જાણવું કે, ગંધકમાં મીઠાને ભાગ રહ્યો નથી. પછી તેને તડકે સૂકવી શીશીમાં
For Private and Personal Use Only