________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
અલિપાકાત્યનાં લક્ષણ-આંખના કાળા ભાગ ઉપર ચારે તરફ દેષના સંબંધને લીધે જે ફૂલું ફેલાય છે, તે સન્નિપાતજન્ય અક્ષિપાકાત્યય જાણવું. આ વ્યાધિ અસાધ્ય છે.
અજકાજાતનાં લક્ષણ-આંખના કાળા ભાગ પર બકરીની સુકાયેલી લીંડીજે કિંચિંતુ રાતે, જેનાથી લાલ તથા ચીકટું પાણી વહે તે માંસને ડચકે થાય છે, તેને અજકાજાત કહે છે,
આંખના પહેલા પટલમાં ગયેલા દોષનાં લક્ષણજ્યારે આંખના પહેલા પટલમાં દોષ સંચાર કરી દૃષ્ટિની ઉપર રહે છે ત્યારે ઘટપટાદિક મેટા પદાર્થો ઝાંખા દેખાય છે.
આંખના બીજા પટલમાં ગયેલા દેશનાં લક્ષણનેત્રના બીજા પડમાં દોષને સંચાર થતાં દણિ અત્યંત વિહવળ થાય છે, એટલે સામેના પદાર્થો જેવાને અશક્ત બનતી જાય છે અને તેનાં નેત્ર આગળ માખી, ડાંસ, વાળ, જાળાં, કુંડાળાં, ધજા, કિરણે, ત્રિકોણ આકૃતિઓ, નાના પ્રકારના પાણીના વરસાદ, વાદળાંથી ઘેરાયેલું આકાશ તથા અંધકાર વગેરે પદાર્થો નહિ હેવા છતાં રેગીને જોવામાં આવે છે, તેમજ આઘેના પદાર્થો પાસે અને પાસેના પદાર્થો આઘે દેખાય છે અને ઘણું ધારી ધારીને જેવા છતાં પણ સેયનું છિદ્ર દીઠામાં આવતું નથી.
ત્રીજા પટલમાં ગયેલા દોષનાં લક્ષણ-આંખના ત્રીજા પડદામાં દેષને સંચાર થવાથી રોગીને ઉપર દેખાય છે, પણ નીચે કશું દેખાતું નથી. મોટી ઓળદાર વસ્તુઓ પણ સ્પષ્ટ ન દેખાતાં, વસ્ત્રના પડદામાંથી દેખાય તેવી દેખાય છે તથા નાક, કાન કે આંખ વગરના પ્રાણીને શરીર તથા વાંકાચૂંકાં રૂપે દષ્ટિ આગળ ફરતાં રહે છે. વાતપિત્તાદિ જે દેને રક્ત, માંસ કિંવા મેદાદિની સહાય હેય છે અને જે દુષ્યના સંબંધથી જે દેષ પ્રબળ થયો
For Private and Personal Use Only