________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હર
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
પિટિકા ડાળા પર થાય છે, તેને અવિત્સ` કહે છે. આંખના ડાળાની અંદર લાંએ, ખરબચડા, કઠણ તથા દુ:ખદાયક એવા જે માંસના અંકુર થાય છે, તેને શુષ્કા કહે છે. બળતરા કર નારી તથા ખેંચનારી લાલ ર’ગની, પેચી, નાની તથા ઘેાડી પીડાકારક એવી જે પિટિકા આંખના ડાળા પર થાય છે,તેને અંજના કહે છે. જેના નેત્રના ડાળેા ત્વચાના રંગને અને કઠણ ફાલ્લીઓથી ચારે તરફ વ્યાસ થાય છે, તેને બહલવત્સ કહે છે, જે રાગીના આંખના ડેાળા સૂજી આવ્યાથી આંખ ખરાખર અધ થતી નથી અને તે સેાજા પર વલૂર આવે છે તથા સાથે ઘોંચ્યા જેવી પીડા થાય છે, તેને વત્સ અધક કહે છે. આંખના નીચેઉપરના અને ડોળા મૃદુ, થાડા વેદના કરનારા, લગાર રાતા રંગના થઇ આવી પછી એકસ્માત્ લાલચેાળ બની જાય છે, તે રોગને ક્લિષ્ટત્રમ કહે છે. લિવઝ્મ જ રાગ જ્યારે ફરીથી પિત્તયુક્ત રક્તથી મળવા માંડે છે, ત્યારે તે દેખાવમાં દહી', દૂધ કે કાદવના જેવા થાય છે, તેને વત્સ કદમ કહે છે. આંખના જે ડાળેા અંદરથી અને ખડારથી કાળા પડી જઇ સૂજે છે તથા ખટકે છે, તેને શ્યામવત્સ કહે છે. ડાળા થાડી વેદનાકારક, મહારથી સૂજી આવેલા અને કાર પર ચીકાશવાળા હોય છે, તેને પ્રલિન્નવત્ત્ત કહે છે. જે રાગીનાં નેત્રનાં પાપચાં ધાયા છતાં અથવા ન ધેાયા છતાં ચીકણી રસીથી એકબીજા' સાથે ચેટી જાય છે, તેને અકિસમ કહે છે. પાપચાંના સાંધા છૂટો પડવાથી આંખ મી'ચાતી કે ઊઘડતી નથી, તેને વાતહતવમ કહે છે. આંખના ડોળાની અંદરની બાજુએ ગાળ, મદ, ઘેાડી પીડાકારક, લગાર રાતા ર`ગની અને ઉતાવળે વધનારી જે ગાંઠ થાય છે, તેને અખુદ કહે છે. પેપચાંમાં રહેલા વાયુ, જે રગેાથી પાપચાં ઉઘાડમી’ચ થાય છે, તે રગોમાં સંચરી પાપચાંને ઉઘાડમીચ કરાવે છે, તેમાં વિકાર થવાથી પાપચાંની ઉઘાડમી'ચ
For Private and Personal Use Only