________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
પ્રમેહપ્રદરહર ચૂર્ણ -ચિનીકબાલા તેલા પ, ઊંચે કા તેલો છે અને ફુલાવેલી ફટકડી તેલો એ સર્વને વસ્ત્રગાળ કરી બેથી ચાર આનીભાર સવારસાંજ ઠંડા પાણી સાથે પીવું તથા બે શેર નવશેકા પાણીમાં ફટકડી તોલે છે નાખી નિ દેવી, જેથી શ્વેતપ્રદર મટે છે.
–વૈધશાસ્ત્રી એસ. એલ. બર્મન-સુરત સુવારેગ માટે -નિગુડીનાં પાન છાંયે સૂકવી ચૂર્ણ કરી પાવલીભાર ચૂર્ણને ઉકાળો કરી, તેમાં પ્રકૃતિ પ્રમાણે ગોળ કે સાકર પાવલીભાર નાખી સવારસાંજ સાત, પંદર અથવા એકવીસ દિવસ સુધી પીવાથી સુવારોગ મટે છે.
–ીવ ત્રિકમલાલ કાળીદાસ-ખાનપુર ગર્ભપ્રદર –(ફલઘત) જેને ઘરવૈદામાં ત્રિફળાઘતના નામથી લખ્યું છે, એ ઘતને મેં સેંકડો સ્ત્રીઓ ઉપર ઉપગ કર્યો છે. પાંચ પાંચ વખત ગર્ભપાત થયેલી સ્ત્રીઓનાં ગર્ભાશય સુધરી બાળકે ઊછર્યા છે. આ વ્રત ખાલી કઠે (ગભ નહિ હોય તે વખતે) એક માસ પાઈ ગર્ભ રહ્યા પછી દર માસે આઠ આઠ દિવસ સવારસાંજ એક રૂપિયાભાર ઘી-દૂધમાં નાખી પીવું, જેથી ગર્ભાશય સુધરી ગર્ભ ધારણ કરી શકે છે તથા આ વૃતથી પ્રદર પણ મટે છે.
-વૈદ્ય કૃષ્ણારામ ભવાનીશંકર-કણબીવાડ ગર્ભિણીને ગર્ભ અધૂરે માસે પડી જતું હોય, તે શતાવરી તથા જેઠીમધ સમભાગે લઈ વાટી સવારસાંજ ૦૧ તોલે સાકરવાળા દૂધ સાથે પીવું. પ્રસવ પૂરે માસે થાય ત્યાં સુધી ખવરાવવું. આ દવા ગર્ભ રહ્યા પછી શરૂ કરવી. ધાવણું પણ ઘણું વધે છે.
–વૈદ્ય દેવજી આશુ
For Private and Personal Use Only