________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૬૬
શ્રી આયુર્વે નિબંધમાળા-ભાગ ૨ જે
-
1
-
-
ખાવાથી કમરને ગમે તેવો દુખાવે મટી જાય છે. પાકાં ફળ ન મળે તે તેનાં કાચાં ફળ લાવી તેમાંથી બિયાં કાઢી નાખી તે ફળને સૂકવવાં. બરાબર સુકાયા બાદ વસ્ત્રગાળ કરી ટિંબરુંનાં ફળના રસની સાત ભાવના આપી બારીક વાટી શીશીમાં ભરી રાખવું. એ સૂર્ણ એક પાવલીભાર દિવસમાં ત્રણ વખત ખાવાથી આરામ થઈ જાય છે.
૨. પાકાં ટિંબને ગર રહી ગયેલા સાંધા પર તથા ફૂલી ગયેલી હાડકી પર કેટલાક દિવસ ચોપડવાથી મટી જાય છે.
૩. ટિંબના વૃક્ષ પરનો ગુંદર દેવતા પર નાખી તેને દર દીને ધૂપ દેવાથી પિશાચપીડા પણ અવશ્ય દૂર થાય છે.
૪. નાકની નસકેરી:–જે નાકની નસકોરી ફૂટતી હોય તે બાવળના લીલા પરડા લાવી તેને ભાંગી તેમને એક માથા પર (તાળવે) ચેપડ્યા કરવાથી તે વ્યાધિ દૂર થાય છે.
–વૈદ્ય વાસુદેવજી રાજારામજી-સાજાપુર (માળવા) ગર્ભપાત માટે સ્ત્રીઓને ગરમીથી ચાર, પાંચ અગર છે માસે ગર્ભ પડી જાય છે અને તાવ રહે છે, તે માટે સગર્ભા સ્ત્રીએાએ તે રોગ મટાડવા સારુ રેઝ (વગડામાં ગાય જેવું જનાવર થાય છે તે)નાં લીંડાં નંગ બે રાત્રે પાણીમાં પલાળી, આશરે બેત્રણ રૂપિયાભાર પાણી કરી ગાળી જરા સાકર નાખી પીવું. એ પ્રમાણે ચાર દિવસ કરવાથી મટી જશે અને પૂરે માસે પ્રસવ થશે. ખારા, તીખા તથા ગરમ પદાર્થોને સદંતર ત્યાગ કરો અને સહેલાઈથી પચે તે સાદો ખોરાક તથા દૂધને ઉપગ કરે, જેથી ગર્ભપાત થતું અટકે છે.
–વૈદ્ય કચરાલાલ જેઠાલાલ ગાંધી-પાટણ ૧. સુવારેગ માટે -દેવદાર, વજ, ઉપલેટ, પીપર, સુંઠ,
For Private and Personal Use Only