________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
વાટી એક શેર પાણી બનાવી રાખવું. એ પાણીમાંથી નાનાં બચ્ચાંને નાની અડધી ચમચી અથવા ત્રીસ ટીપાં આપવું. મોટા માણસને બે ચમચા આપવું. એક વરસની અંદરના બાળકને પેટમાં દરદ થાય, ઝાડાની કબજિયાત, શરદી, ખાંસી, શૂળ, આમ વગેરેમાં દર કલાકે પાણીમાં આપવાથી એક જ દિવસમાં આરામ થાય છે. ગમે ત્યારે ગમે તેવા બાળકના દરદમાં આપી શકાય છે તેમજ બહારના ઉપચારમાં પણ સારો ફાયદો કરે છે. આંખ આવે, સોજો હોય કે રસી વહેતી હોય તેને માટે નવશેકા પાણમાં શેક કરે. બચ્ચાંઓનાં શરીર પર ફેલા, બસ, માથામાં ખેડે વગેરેમાં લગાડવાથી તેને મટાડે છે.
–ડોકટર પ્રભાશંકર કુષ્ણુ પંગે-મુંબઈ કત ખપર-ઘાપહાણ ભમને અમે તખ૫ર નામ આપ્યું છે અને તે ઘણા પ્રમાણમાં વાપરીએ છીએ. એનાથી ઝાડાની તથા અપાનવાયુની છૂટ રહે છે તથા બાળકના વ્યાધિ માં અમને બહુ ઉપયોગી જણાયું છે. સામાન્ય તબિયતમાં એકલું જ વાપરીએ છીએ અને ખાસ જરૂર જણાય તે બાળચાતુ ભદ્ર ચૂર્ણ સાથે યેજના કરીએ છીએ.
ચાતુર્ભદ્ર ચૂર્ણ-અતિવિષ, પીપર, મોથ અને કાકડાશિગીનું સમભાગે વસ્ત્રગાળ ચૂર્ણ કરી રાખી મૂકવું. અતિવિષ– બાળકોને માટે બહુ ઉત્તમ છે. દસ્તની જરૂર જણાય તો હરડે સાથે આપવું અને દસ્તની જરૂર ન હોય તે એકલુંજ આપવું.
--વૈદ્ય ઉમિયાશંકર બાપુભાઈ મહેતા-વિરમગામ મબારખી માટે -ફટકડી ફુલાવેલી ગેમૂત્રમાં એક આનીભાર આપવાથી મબારખી મટે છે.
આમણ માટે:-કલાઈસફેતો અને શંખજીરું ગુલાબ
For Private and Personal Use Only