________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૭૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ક, તક
,
,
સમે, સેંદરડી, ગળે, ભરમાઠી, લીમડાની છાલ, ભાંગર,ચિત્રક, ધાણા, પીલુડી, કાંટાસરિયો, એરડે, ખરુ, ખડસલિયા તથા સાટોડીને કવાથ કરી પાવાથી પેશાબ સાફ આવે છે, દાહ, બળતરા બંધ થઈ ઊબકા, ઊલટી તથા સજા ઊતરી ભૂખ લાગી ટૂંક સમયમાં રાગ દૂર થશે અને તેથી મકલગ પણ મટે છે.
—વૈદ્ય નુરમહમદ હમીર-રાજકોટ પ્રસવ માટે:-પમાડિયાનું મૂળ (ઉર્ફે કાંસુંદરી) અબેડામાં રાખવાથી જલદી પ્રસવ થાય છે, એ જ પ્રમાણે કરવાથી ગર્ભપાત પણ થાય છે.
–ડોકટર દાદર ગોપાળ રણદીવે-સુરત મહારકતપ્રદર -કરમદીનું મૂળ ઘસી દિવસમાં એક થી ત્રણ વાર દૂધમાં પાવાથી ભયંકર લેહીવા મટી આબાદ રામકાર માલુમ પડે છે. કદાચ બેત્રણ દિવસમાં પૂરેપૂરું ન મટે, તે બીજા ત્રણચાર દિવસ દવા આપ્યા વિનાના કાઢી પાછું ત્રણ દિવસ ઉપર પ્રમાણે પાવું એટલે અવશ્ય મટી જશે.
–વૈદ્ય ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી-સુરત ૧. ઈન્દ્રજવને ખાંડીને વસ્ત્રગાળ કરો. પછી દાણા ભરવાની ગુણને ટાટ બાળીને રાખોડી કરવી. તે રાખડીમાંથી તોલે છે તથા ઈન્દ્રજવનું ચૂર્ણ તેલ | વાટીને પાણી સાથે પાય તો સ્ત્રીને લેહીવા (રક્તપ્રદર) મટે છે. એના ઉપર વાલ, કોળું અને કેળું ખાવું નહિ. આ દવા દિવસમાં બે વાર પાવી.
૨. ઈન્દ્રજવ અને મરડાશિંગ એ બન્નેને સરખે ભાગે ખાંડી પાંચ રૂપિયાભાર પાણીમાં બે રૂપિયાભાર ભૂકે વાટી તેમાં ઠીકરી છમકારી સાથે અગ્નિકુમારનું પડીકું મેળવીને પાવાથી સુવાવડના ઝાડા બંધ થાય છે,
For Private and Personal Use Only