________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ઢેર (પાવર) એનાં પાન અજમાનાં પાન જેવાં થાય છે, પણ નરમ હોય છે; ઉપલી બાજુ મખમલના જેવી સુંવાળી થાય છે, તેની દાંડી ચેરસ હોય છે. એ પાનના રસમાં ઘી મેળવી પકાવી ઘી તૈયાર કરવું. એ થી સૂઘવું, મસળવું અને મગજમાં જવા દેવું; પેટમાં જાય તો નુકસાન નથી. જેમ તંબાકુની બીડી પિવાય છે, તેમ ઢારમોરાનાં સૂકાં પાનની બીડી બનાવી દિવસમાં ત્રણ વખત પીવી અને ધુમાડે નાક વાટે બહાર કાઢો. પરેજી –તેલ, મરચું, કાંદા અને મચ્છી ખાવી નહિ. આ પ્રયોગ કરવાથી પીનસ જરૂર મટી જાય છે. આ પ્રચંગ ખાસ અજમાવેલ છે.
–એ. ડી. પી. માદન-સુરત ૧. પીનસ –દાભડાનાં લીલાં પાન લાવી તેને રસ કાઢી તે રસમાં એક ચતુર્કીશ ગંધકનું ઘી નાખી ધીમે તાપે પકાવવું. પકાવતાં ઘી રહે અને રસ બધે બળી જાય, ત્યારે બાટલીમાં ભરી પીનસવાળાને દિવસમાં ત્રણ ચાર વખત સુંઘાડવું તથા નીચે લખેલી છીંક લાવનારી દવા સૂંઘાડવી –
૨. છીંક લાવનારી દવા -અડાયાંની રાખ લઈ તેમાં આ કડાનું દૂધ મેળવી પલાળી છાંયડે સૂકવી બારીક વાટી સૂંઘાડવી, આથી માથાનું દરદ, પીનસ, આદાશીશી, ચકરી અને વીંછીનું ઝેર છીંક આવેથી ઊતરી જાય છે. તાવવાળાને, નસકોરાં બંધ રહેતાં હાય તેને, નાકમાંથી કફ નહિ નીકળતું હોય અને ગળામાં ઊતરી ફેફસામાં જ હોય તેને, હિસ્ટીરિયા, વાઈ, ઉન્માદ અને સન્નિપાતજવરમાં સૂંઘાડવાથી ઘેન-મૂછ મટી જઈ શુદ્ધિમાં આવે છે. કોઈ બાળકના નાકમાં કોઈ વસ્તુ પેસી ગઈ હોય તે બાજુના ખાલી નસકોરામાં આ દવા સૂધાડવી. જ્યારે છીંક આવવા માંડે ત્યારે દવાવાળા નસકેરાને આંગળી વડે દબાવી દેવું, એટલે છીંકના શેર
For Private and Personal Use Only