________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
--
-
-
--
-
-
-
છેડાં કાઢેલી તલા , એખરે તેલે ૧, ગોખરુ તેલ ૧, ધળી મૂસળી તેલ ૧, વાંસકપૂર તેલા ૨, અબરખ ભસ્મ તેલ ભા, પીપર તેલે છે, પીપળીમૂળ તોલે ૧, નિર્મળી તેલ ૧, લેહભસ્મ તેલ ૧, નિર્ગુડી તેલ ૧, મુગલાઈ બેદાણા તેલા ૨, એલચી તોલે ૧, કેશર તોલે છે, જાયફળ તેલે મા, જાવંત્રી તેલે મા, તજ તેલ મા, રૂમીમસ્તકી તેલા ૩, અકકલગરો તેલ ૧ એ સર્વ વસાણાં પિકી કૌચાનાં બીજને પાણીમાં ઉકાળી છેડાં કાઢી નાખવાં ને સફેદ ચણોઠીને દૂધમાં ઉકાળી છેડાં કાઢી નાખવાં. તેમાં ખાસ ધ્યાન આપવું કે ચઠીના મગજ પર જરા પણ છાલ કે અંતરછાલ રહે નહિ. જે રહી જશે તે પુષ્કળ ઝાડા તથા ઊલટી કરાવશે માટે સંભાળ રાખી છેડાં દૂર કરવાં. પછી તે મી જેને છુંદીને બારીક થાય એટલે બાકીનાં વસાણાં મેળવી ખૂબ ઘૂટવાં. એ ભૂકામાંથી બે આનીભાર ભૂકો લઈ તેમાં તેટલી સાકર મેળવી ફાકી મારી ઉપરથી દૂધ પીવાથી શક્તિ આપે છે. મગજનાં તમામ દરદને મટાડે છે અને યાદદાસ્તને વધારે છે.
–વૈદ્ય ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી–સુરત ૧. પીપળા પર વાંદે (એક જાતનાં પાતરાં થાય છે) લાવી લેપડી કરી બાંધવાથી માથાને જે ઝામરવા થાય છે તે મટે છે તથા ઝામરવાને લીધે ઓછું દેખાય છે તે પણ દેખાતું થાય છે.
૨. મગજની શરદીથી થતો દુખાવે તથા પીનસ માટે -પીનસ થતો માલૂમ પડે કે તરતજ બીલીનાં પાનને રસ કાઢી નાકમાં મૂક, અથવા બીલીના પાનનું ચૂર્ણ સુંઘવું, જેથી શરીદીથી માથામાં થતા દુઃખાવે તથા પીનસ મટે છે.
૩. સળેખમ –હંમેશાં સળેખમ રહેવાથી આગળ ઉપર દમને રેગ લાગુ પડે છે, એવે વખતે જેમ બને તેમ પાણીમાં કાળાં
For Private and Personal Use Only