________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪૨
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
૮. નીલમણિ અક-ગુલાબજળ તોલા રા માં કુલાવેલું મેરશ્નથું રતી ૧ નાખી આંખમાં ટીપાં મૂકવાથી આવેલી આંખે, છારી અને આંખના ખીલ મટી જાય છે.
–વિઘ ધીરજરામ દલપતરામ-સુરત ૧. આંખનું ફલું-નિમળીનાં બીજ મધમાં ઘસીને આંજવાથી ફૂલું મટે છે.
૨સુરમો -સીસાને માટીની ઠીબમાં મૂકી નીચે પુષ્કળ તાપ કરવાથી સીસું ઓગળી જાય ત્યારે તેમાં તલનું તેલ રેડવું; એટલે તે સીસાને મેલ નીકળી જશે. પછી તેને ઢાળી દેવું. એ પ્રમાણે એક વખત તેલ પાવું. પછી તેને ખાંયણીમાં ઘાલી કૂટતાં કૂટતાં તેનાં પાતરાં થઈ જાય તે પણ તેને કુટયા જ કરવું; એટલે ફૂટતાં કૂટતાં એ ભૂકે થઈ જશે. તેને કપડછાણ કરવો. એ કપડછાણ કરેલા ભૂકામાંથી એક રૂપિયાભાર મૂકે લઈ એક ચણેઠીભાર ભીમસેની બરાસ, ૦ તેલ ચિનીકબાલા અને હા તેલ એલચીનાં છેડાં સાથેજ વાટીને આંખમાં આંજવા જેવું થાય ત્યારે શશી ભરી મૂકવી. એ સુરમે આંજવાથી આંખનાં પડળ, છારી વગેરે મટે છે. ટૂંકી દષ્ટિવાળાને દોઢ માસ લગી આંજ્યા કરવાથી સારું થાય છે અને સારી આંખવાળા જે આ સુરમાને હંમેશાં ઉપયોગ કરે તે કોઈ પણ પ્રકારને આંખને રોગ થતો નથી.
–યતિથી રવિહંસજી દીપહંસજી-સુરત ૧. ફૂલું–વડના દૂધમાં કપૂર મેળવીને કેટલાક દિવસ અંજન કરવાથી ૧૨ માસનું જૂનું ફૂલું મટે છે.
૨. અક્કલગરે લઈ બારીક વાટી કપડછાણ કરી તેને ઘેટીના દૂધમાં ત્રણ દિવસ ઘૂંટ. પછી તેની ચણા જેવડી ગોળી વાળી, છાંયે સૂકવી, પાણીમાં ઘસી સવારસાંજ આંજવાથી એક મહિનામાં ફૂલું મટી જાય છે,
For Private and Personal Use Only