________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
૯. ગાયનું ઘી તેલા ૨ માં ભિલામાંનું તેલ સાત આઠ ટીપાં સુધી નાખીને પીવાથી એક જ દિવસમાં લેહીવા બંધ થાય છે. આ દવા દિવસમાં ત્રણ વાર આપવી.
– વૈદ્ય બાળકૃષ્ણ નેશ્વર-સુરત ૧. પ્રતાપલંકેશ્વર રસ-પારદ તેલ ૧, ગંધક તોલે ૧, અન્નકભસ્મ તેલે ૧, ચિત્રક તેલ ૨, લેહભસ્મ તેલા ૪, શંખભસ્મ તોલા ૮, અડાયાંની રાખ તેલા ૧૬ અને વછનાગ તેલ ૧ લઇ, એ સર્વે એકત્ર કરી ભાંગરાના રસમાં ઘૂંટી વાલ વાલની ગોળીઓ વાળી, આદુના રસમાં અથવા બીજા કોઈ પણ અનુપાન સાથે આપવાથી દાંતખીલી, પ્રસૂતિ, વાતરોગ, સુવારોગ વગેરે મટે છે. બીજા કોઈ પણ રોગ ઉપર યોગ્ય અનુપાનનીચેજના કરી આપવાથી સારું કામ કરે છે.
૨. પ્રદરરિપુ રસ-પારદ તેલ ૧, ગંધક તેલ ૧, નાગભસ્મ તેલ ૧, રસજન તોલા ૩ તથા પઠાણી લેધર તોલા ૬ લઈ, પ્રથમ પારદગંધકની કાજળી કરી, બાકીની સર્વ વસ્તુઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી મેળવી અરડૂસાના રસની એક ભાવના આપી વાલ પ્રમાણેની ગળી વાળી આપવાથી જીર્ણપ્રદર મટી જાય છે,
૩. બળબદ્ધ રસ-પારદ તેલ ૧, ગંધક તોલો ૧, ગળસત્ત્વ તેલ ૧ અને રક્તબોળ તેલા ૩ લઈ એ સર્વને એકત્ર કરી વાટી શીમળાની છાલના કવાથની એક ભાવના આપી, બબ્બે વાલની ગળી વાળી મધ સાથે આપવાથી પ્રદર, પ્રમેહ તથા મૂત્રકૃચ્છુ મટે છે.
૪. ચતુર્મુખ રસ-પારદ, ગંધક, લેહભસ્મ તથા અશ્વકભસ્મ એ દરેક એકેક તોલે તથા સુવર્ણ ભસ્મ તેલ ૦૧ લઈ, એ સર્વને એકત્ર કરી વાટી કુંવારના રસમાં ઘૂંટી ગોટી બાંધી,
For Private and Personal Use Only