________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૧૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
-
-
-
-
-
-
લક્ષણે થાય છે. દેવ, ઋષિ, ગંધર્વ, મહાસ અને સૂર્ય તરફ તાકીને જે માણસ થોડી વાર ટગરમગર જોઈ રહે છે અને જેથી તેની દષ્ટિ નષ્ટ થાય છે, તેને અનિમિત્ત લિંગનાશ કહે છે. આ વ્યાધિમાં રેગીની આંખ સ્વરછ અને દૃષ્ટિ આસમાની રંગની હોય છે. નેત્રના ધોળા ભાગ ઉપર પાતળું, વિસ્તીર્ણ, શ્યામ રંગનું રતાશ પડતું માંસ વૃદ્ધિ પામે છે, તેને પ્રસ્તર્યમ કહે છે. નેત્રના ધેાળા ભાગ પર ધળું અને મૃદુ માંસ ઘણા દિવસે વૃદ્ધિ પામે છે, તેને શુક્લાર્મ કહે છે. કમળની પેઠે લાલ અને મૃદુ માંસ વૃદ્ધિ પામે છે, તેને રક્તાર્મ કહે છે. જે માંસ વિસ્તીર્ણ મૃદુ અને કાળજાના રંગ જેવું દેખાય છે, તેને અધિમાં સાકહે છે. જે માંસ કઠણ ફેલાતું અને સ્ત્રાવરહિત વૃદ્ધિ પામે છે, તેને સ્નાયવર્મ કહે છે. નેત્રના ધેળા ભાગ પર શ્યામવર્ણ માંસના જેવું અને છીપના જેવું બિંદુ ઊઠે છે, તેને સુતીરેગ કહે છે. નેવના ધેાળા ભાગ પર સસલાના લેહી જેવું એક બિંદુ ઊઠે છે, તેને અનરેગ કહે છે. કફ-વાયુના કોપથી નેત્રના ધેલા ભાગ ઉપર પીઠાનું સરખું જે માંસ વૃદ્ધિ પામે છે, તેને પિષ્ટ કરેગ કહે છે. તે દેખાવમાં મલિન અના જેવું હોય છે. નેત્રના ધેળા ભાગ પર રંગેનું મોટું તથા જાડું ગૂંછળા જેવું જે જાળું બંધાય છે, તેને જાલરોગ કહે છે. નેત્રના ધોળા ભાગ પર રગેથી વ્યાપ્ત એવી ધોળી ફેલીઓ ઊઠે છે, તેને શિરાજ પિટિકા કહે છે. તે ફોલ્લીઓ કાળા ભાગની સમીપ થાય છે. નેત્રના ધેલા ભાગ પર કાંસાના જેવી કઠણ, કિંવા પાણીના બિંદુ જેવી લગાર ઊંચી જે ગાંઠ થાય છે, તેને બલાસ કહે છે. નેત્રના સાંધા ઉપર સેજે ચઢી, પછી પાકીને તે ફૂટે છે અને તેમાંથી દુર્ગધયુક્ત પર વહે છે અને તેમાં ઢણકા મારે છે, તેને પુયાલસ રોગ કહે છે. નેત્રના સાંધા પર જે મોટી ગાંઠ ઊઠે છે, તે લગાર પાકે છે અને તેમાં વલુર ઘણી આવે છે અને તે દુખતી
For Private and Personal Use Only