________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪.
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
દૃષ્ટિના મધ્ય ભાગમાં મેતિયા બિંદુ થાય છે તેના છે, ડોળામાં તિમિરરોગ થાય છે તેના છ, લિંગનાશના સાત અને દષ્ટિમંડળની અંદર થનારા આઠ, અભિળંદ રોગ ચાર, અધિન્ય રેગ ચાર અને સર્વાણિ રોગ આઠ પ્રકારના એ પ્રમાણે ચેરાણું પ્રકારના રેગોની ગણના શારંગધરે કરેલી છે.
આ નિબંધમાળામાં જ્યારથી ગલગંડ રોગની શરૂઆત થઈ ત્યારથી તે આંખના રોગની ગણતરી લક્ષણપૂર્વક વાંચતાં જણાય છે કે, એ તમામ રોગોમાં વાયુ, પિત્ત અને કફ અને તેમાં પિત્તના બે ભાગ પાડીએ તો ચોથે રક્તને, હીન, મિથ્યા અને અતિ
ગ થયેલો જોવામાં આવે છે. જો કે તમામ રોગોની ગણના કરતાં તેને પાર આવતું નથી. તો પણ વિદેષ અને લેહીને હીન, મિથ્યા અને અતિગને વિચાર કરતાં, જેમ જેમ બુદ્ધિપૂર્વક ઊંડા ઊતરતા જઈએ, તેમ તેમ રેગના ભેદ વધારે ને વધારે જણાય છે. કારણ કે વાયુના હીન, મિથ્યા અને અતિયેગથી એંશી પ્રકાર ગણેલા છે, તેમ પિત્તને ચાળીસ પ્રકાર ગણેલા છે અને કફના વીસ પ્રકાર ગણેલા છે. તેમ લેહીવિકારના દસ પ્રકાર ગણેલા છે એટલે ત્રિદેષસિદ્ધાંતના નિયમ પ્રમાણે પાંચ પ્રકારનાં પિત્ત, પાંચ પ્રકારન કફ અને પાંચ પ્રકારના વાયુ મળી પંદર પ્રકારથી શરીરની સામ્યવસ્થા રહે છે. પરંતુ તે જ્યારે મિથ્યા આહાર અને મિથ્યા વિહાર તથા આગંતુક કારણથી અથવા અનુલોમ પ્રતિમાની રીતે વિક્રિયાને પામે છે, ત્યારે શરીરના જુદા જુદા ભાગમાં અસં.
ખ્ય રોગો ઉત્પન્ન કરે છે. પરંતુ ચિકિત્સાશાસ્ત્રના ઉપદેશ કરનારા આયુર્વેદાચાર્યોએ આવા અસંખ્ય અને ભયંકર દેખાતા રોગોની વિધિપૂર્વક ચિકિત્સા કરતાં વિદ્યાને એ ઉપદેશ કર્યો છે કે, ધીરજથી, ખંતથી અને બુદ્ધિપૂર્વક વિચાર કરીને અપાનવાયુ, સમાનવાયુ, પાનવાયુ, પાચકપિત્ત, રંજકપિત્ત અને સાધકપિત્ત તથા
For Private and Personal Use Only