________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
શ્રોઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
૧૩–ડૉકટર ઠાકોરલાલ સૂરજરામ-સુરત ૧. દાદ ચઢી હોય તો –હીરાબેળ લાવી તેનું રંજન કરવાથી દાઢ ચઢી હોય અથવા અવાળું ફૂલ્યું હોય, તે તરતજ દરદ નરમ પડી જાય છે.
૨.દાંત ડા દિવસે હાલશે એવી બીક લાગે તે વડની વડવાઈનું દાતણ કરવાથી હાલતા દાંત મજબૂત થશે; બીજા હાલશે નહિ.
૩. રતનતના ઝાડની ડાંખળીનું દાતણ કરવાથી દાંત હાલતા હોય તે મજબૂત થાય છે.
૧૪-વૈદ્ય બાળાશંકર પ્રભાશંકર-નાંદોદ મોરથૂથુ ફુલાવેલું તેલો પ, ફટકડી ફુલાવેલી લા ૧૦, સેનાગેરુ તેલા ૧૦, એલચી તેલા ૨ વાટી વસ્ત્રગાળ કરી, વાલ ૦ મોંમાં રાખી લાળ નીકળી જવા દઈ બંધ થાય ત્યારે પાણીના કોગળા કરી સાફ કરવું. નાના બાળકને હીમજી હરડેના પાણીમાં એક વાલને ચૂંથો ભાગ આપવાથી મટે છે. આ દવા મેંમાં ચેપ
ડ્યા પછી લાળ બરાબર નીકળી જાય પછી મોં સાફ કરી ઘી ચેપડવું, જેથી ગમે તે મુખપાક હોય તે તેને પણ મટાડે છે. ૧૫-કુમારશ્રી દેવીસિંહજી ભૂપતસિંજી-કટાસણ
દાઢ દુખતી હેય તે માટે-સરસિયું શેર ન લઈ તેમાં લાલ મરચાં શેર ૦૧ નાખી અગ્નિ પર મૂકી ખૂબ કકડી મરચાં બળી જાય, ત્યારે નીચે ઉતારી ગાળી રાખી મૂકવું. ઉપયોગ –જે જમણી બાજુની દાઢ દુખતી હોય તે ડાબી બાજુના કાનમાં તેલ નાખવું અને ડાબી દાઢ દુખતી હોય તે જમણું કાનમાં તેલ પાડવું. આ તેલ પાંચ મિનિટ કાનમાં રહેવા દેવું, જેથી તીવ્ર પીડા કરતી દાઢ એકદમ નરમ પડે છે.
For Private and Personal Use Only