________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
થાય ત્યારે તે કાજળને દાબડીમાં ભરી લેવું. પછી તેમાંથી સ્ત્રીઓ જેમ આંખમાં કાજળ નાખે છે, તેવી રીતે આંગળી પર લઈ, જેની આંખ દુખવા આવી હોય, જેની આંખમાં મેટા ખીલ થયા હોય, જેની આંખમાંથી પરુ અને પીયા નીકળતા હોય, જેની આંખ વાખર થયેલી હોય, તેની આંખમાં દિવસમાં એક વાર આંજવાથી ઘણીજ ફતેહમંદીથી આંખના રોગ સારા કરે છે. એમાં ખાસ કરીને દુખવા આવેલી આંખ ઉપર આ કાજળ અકસીર ઇલાજ છે.
સિભાગ્યવંતી સ્ત્રીઓની આંખમાં આંજવાનું કાજી:-દિવેલને દીવો કરી તે દીવાની મેશ તોલા જ પાડવી, મેરયૂથ તેલ ૦ કુલાવીને લેવો, ફટકડી તોલે ના કુલાવીને લેવી, ઘેડાવજ તેલ ૧ તથા આમળાં તેલે ૧ લઈ એ બેને બાળીને તેની રાખડી લેવી. પછી એ સર્વને મેશમાં નાખીને તેમાં તેલા ચોખ્ખું ઘી મેળવીને એક દિવસ ખલ કરો. બીજે દિવસે તે ખલમાં શેર પાણી નાખી વાટવા માંડવું, એટલે પાણી મેલું થઈ જશે. તે પાણીને કાઢી નાખી બીજું પાણી નાખવું. એ રીતે જ્યાં સુધી પાણી મેલું નીકળે ત્યાં સુધી પાણી નાખતા જવું અને વાટતા જવું. જ્યારે ચોખ્ખું પાણી નીકળે ત્યારે તેમાં બરાસ તેલ એક મેળવી ખૂબ ઘૂંટવું. પછી તે મેશની દાબડી ભરી મૂકવી. સૌભાગ્યવતી સ્ત્રીઓ કે જેઓ દરરોજ આંખમાં કાજળ આંજે છે, તેમની આંખમાં આ કાજળ આંજ્યા કરવાથી આંખનું તેજ વધે છે, આંખ પર ગરમી આવતી નથી અને આંખમાં ઠંડક વળે છે. આ કાજળ બનાવતાં કેઈના મનમાં એવી શંકા આવે કે મોરથુથું, ફટકડી વગેરેથી આંખમાં બળતરા થશે, પણ આ કાજળને પાણી નાખીને વાટતાં વાટતાં જે મેલ નીકળી જાય છે તે મેલની સાથે ફટકડી, મેરથુથુ વગેરે પદાર્થોને ભાગ પાણી સાથે નીકળી જાય છે અને માત્ર તેને પ્રાભાવિક ગુણ કાજળમાં રહી જાય છે, તેથી આંખને
For Private and Personal Use Only