________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૨૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ફરીથી વાટી એકરસ કરવું. મીઠાને શેકીને બારીક વાટીને એક બીજી મજબૂત બૂચવાળી બાટલીમાં ભરી લેવું. પછી સવારે દાતણ કરતી વખતે મંજનને ભૂકે લઈને તેમાં બીજી શીશીમાંનું મીઠું જરા મેળવીને એ મંજન મોઢામાં દાંત ઉપર બધે પડીને, મેંને ગળતું મૂકવું, ઉતાવળ કરીને ઊડી જવું નહિ, તેમ કાગળ કરી દેવા નહિ; પણ ધીરજથી જ્યાં સુધી મોટું ગળે ત્યાં સુધી ગળવા દેવું; જેથી દાંત તથા અવાળુના સર્વરોગ મટી જાય છે.
૩–વૈધ અંબારામ શંકરજી પંડ્યા-વાગડ ૧. માથાની ઉંદરી માટે સર્ષની કાંચળી ધુપેલમાં નાખી ગરમ કરવાથી તેમાં મળી જશે. તે તેલ ઉંદરી ઉપર લગાડવાથી મટી જાય છે.
૨. દરરોજ ગરમ પાણીથી માથું ધોઈ સાફ કરી ભેંસનાં શિંગડાંને બાળી રાખ કરી, તેલમાં મલમ કરી લગાડવાથી માથાની ઉંદરી મટે છે.
૩. એબેલીનાં પાન, કાચકાનાં મૂળ, કરેણનાં મૂળ અને ચિત્રો એ બધાં ઓસડને તેલમાં પકાવી લગાડવાથી માથાની ઉંદરી મટે છે.
૪. મુખપાક માટે -મેટું આવી જાય ત્યારે ચઠીનાં પાન, નાગે, ફેતરાંવાળી એલચી અને ફુલાવેલમેરથથે સમભાગે લઈ, વસ્ત્રગાળ કરી ચપટી ભરી મેંમાં ભભરાવી મોં બંધ કરી પુષ્કળ લાળ ભેગી થવા દઈ કાઢી નાખી, બીજી વાર એ પ્રમાણે કરવું તથા ત્રીજી વખત લગાવી મેટું અણગળ (ગાવ્યા વિનાનું) પાણીથી સાફ કરવું. એ પ્રમાણે ત્રણ દિવસ કરવાથી સારું થાય છે. આ દવા પેટમાં જશે તે તુરતજ ઊલટી થશે, માટે પૂરતી સંભાળ રાખવી.
For Private and Personal Use Only