________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખગ,કણ રેગ,નાસાગ, મસ્તકરેગનેનેત્રરંગ કલ્પ
પાણી વહે છે. આ રે
જે ફૂલ
બની છે અને તેનાથી
લીધે આંખમાંથી અતિ ગરમી અને પુષ્કળ પાણી વહે છે. આ રેગને સવણશુક્ર કહે છે અને તેનાથી આંખની અંદર પીડા થાય છે. જે ફૂલ આંખની કીકીની ઉપરજ થયું હતું નથી જે આંખની અંદર ઊંડું ગાયેલું હોતું નથી તથા જેમાં પાણું ઘણું નીકળતું નથી, જેમાં ખટકા આવતા નથી તથા એકની પડોશમાં એક એમ જોડકાં થયાં નથી, તે ફૂલ કદાચ સાધ્ય થાય છે.
અત્રણથકનાં લક્ષણ –અભિખૂંદમાંથી ઉત્પન્ન થઈ કાળા ભાગમાં જે ફૂલ પડે છે અને જેમાં રૂમડી મૂક્યા જેવી પીડા થાય છે તથા જે ફૂલ શંખ, ચંદ્ર કે કરેણના ફૂલ જેવું ઘેલું હોય છે અથવા આકાશના વાદળા જેવું પાતળું હોય છે અને અત્રણ એટલે ક્ષતિરહિત હોય છે, તે સહેલાઈથી મટી શકે છે. જે અત્રશશુક આંખની અંદર ઊંડું ગરક થયેલું, જાડું થયેલું અને ઘણા દિવસનું જૂનું થયેલું હોય છે તેને સાધ્ય જાણવું. જે શુક્રની વચમાંનું માંસ તૂટી પડવાથી વચમાં છિદ્ર એટલે ખાડો પડે છે અને થવા તેમ નહિ થતાં તેની વિરુદ્ધ થાય છે, એટલે શુકની આસપાસનું માંસ વૃદ્ધિ પામી શુકને ખાડામાં ઉતારે છે, એટલે તે વૃદ્ધિ પામેલું માંસ તેને ફરતે ઊપસી આવે છે. જે શુક એક જગ્યાએ ટકી ન રહેતાં આંખમાં ફરતું રહે છે અને જે રગેથી વ્યાપ્ત થવાને લીધે પાતળું થાય છે તથા જે આંખના અંદરના પડદામાં ઊતરી પડ્યું હોય છે અને જે આસપાસ લાલ તથા વચમાં ધેલું હોય છે અને જે ઘણા દિવસનું જૂનું થયેલું હોય છે, તેવાં લક્ષણવાળા ફૂલાને મટાડવાની આશા રાખવી નહિ. ફૂલ પડેલી આંખમાંથી અત્યંત ગરમ આંસુ વહી તેમાં ફેલ્લી ઊઠે છે અને આંખમાં પડેલું ફૂલ મગના દાણા જેવડું અને મગના જેવું જ હોય છે, તે ફૂલ અસાધ્ય જાણવું. જે ફૂલ તેતર પક્ષીના રંગ જેવું કાળું હોય છે તે પણ અસાધ્ય જાણવું.
For Private and Personal Use Only