________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખગ, કર્ણરોગ, નાસાગ, મસ્તકરેગ ને નેવેગ ૯૩
પામે છે, એટલે તેમાંથી ચાર પ્રકારના અધિસ્થ રાગ નેત્રમાં થાય છે. તેનાથી નેત્રમાં તીવ્ર વેદના થાય છે અને તે વેદના ચારે પ્રકારના અધિથનું સામાન્ય લક્ષણ છે. બધું મસ્તક ઉપરથી કોઈએ ફાડી નાખ્યું હોય એવી વેદના થાય છે. વલેણું વલોવાતું હોય તેવું કળતર થાય છે. વ્યાધિના પ્રભાવથી અર્ધા મસ્તકમાં દુઃખ થાય છે, આ રોગને અધિસ્થ રોગ કહે છે. અને તે ચારે અધિમનાં જુદાં જુદાં લક્ષણે, ઉપર કહેલા ચાર પ્રકારના અભિળંદ રોગ જેવાં જ થાય છે. ક્ષેમિક અધિમ સાત દિવસમાં દૃષ્ટિને નાશ કરે છે, રક્તઅધિમન્ય પાંચ દિવસે, વાતિક અધિમળ્યું છે દિવસે અને પિતિક અધિમન્ય ત્રણ દિવસે નાશ કરે છે.
જે નેત્રરોગમાં વેદના ઘણી થાય છે, નેત્રમાં લાલી ઘણી હોય તે ડહોળાયેલા જેવી મલિન રહે છે, તેની અંદર રેતી ભરાઈ હોય તેમ ખૂંચે છે, સાથે બેસ્યા જેવી પીડા થાય છે અને પાચ તથા પિયાના લેવા આવે છે, તેને આમયુક્ત નેત્રરોગ જાણો. એવા રોગીની આંખમાં આંજન ન કરતાં હલકો ખોરાક રોગીને ખવડાવ અને આમને પચાવવા માટે ત્રિફળાને ઉકાળો પીવે જેથી નેત્રમાં થતા ઠણકા ઓછી થાય છે, વલૂર આવે છે, સેજે ઊતરી જાય છે, પીયા આવતા ઓછી થાય છે. જ્યારે આવાં લક્ષણે જણાય ત્યારે જાણવું કે હવે આમ પચી ગયા છે.
જે આંખમાં પાકેલા ઊમરાના ફળ જે ચળયુક્ત નરમ જે થાય છે તેને નેત્રપાક કહે છે. નેત્રમાંથી પાણી અત્યંત ગળ્યા કરે છે અને પાચ તથા પીયાના થર બાઝે છે. જે આંખમાં સોજો ચઢ્યા વગર નેત્રપાક થાય છે તેમાં સેજા સિવાય બીજાં બધાં લક્ષણે થાય છે, તે ત્રિદોષ અભિવૃંદ જાણ. વાતજ અધિમન્થની ઉપેક્ષા કરતાં એટલે વખતસર તેની દવા ન
For Private and Personal Use Only