________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦૨
થીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
પિત્ત, કફ અને રક્તમાંથી ચાર પ્રકારના અભિવૃંદ (આંખો દુખવા આવવી) થાય છે. તેની વેદના સહેવાતી નથી અને આ અભિવ્યંદ વ્યાધિ બધી જાતના નેત્રરોગનું ઉત્પત્તિસ્થાન છે.
વાયુના સંબંધથી આંખો દુખવા આવતાં નેત્રની અંદર સે ખસ્યા જેવી તીવ્ર પીડા ઉત્પન્ન થાય છે, નેત્ર જડ બને છે, જેમાંચિત થઈ શરીર ધ્રુજે છે, નેત્રમાં રેતી પડી હોય તેમ ખટકા થાય છે, મસ્તક દુખે છે, આંખમાંથી પાણી મળે છે, પણ તેમાં પીયા કે પાચના થેપડા બાઝતા નથી અને આંખમાંથી જે પાણી મળે છે તે ટાઠું હોય છે, તેને વાતાભિષ્યદ કહે છે, પિત્તથી આંખો દુખવા આવતાં નેત્રમાં આગ ઊઠે છે, ઘણી વાર તેની આસપાસ પાકેલા ફેલા ઊઠે છે, આંખ પર શીતળ પદાર્થ બાંધવાની ઈચ્છા થાય છે, નેત્રમાંથી ધુમાડે નીકળતું હોય તેવી વેદના થાય છે, નેત્રમાંથી આંસુને એકસરખું પ્રવાહ નીકળ્યા કરે છે, તેમાંથી ઉષ્ણ પાણી ટપકે છે અને તેને રંગ પીળાશ પડતે થાય છે, તેને પિત્તાભિળંદ કહે છે. કફને લીધે આંખે દુખવા આવી હોય તે નેત્ર પર ઉષ્ણ પદાર્થ બાંધવાની ઈચ્છા રેગી કરે છે, નેત્ર જડ બને છે, તેના પર સોજો આવે છે, વલુર આવે છે, આંખના પોપચાં એની મેળે ઢાંકઉઘાડ થયા કરે છે, આંખે સ્પર્શ કરતાં શીતળ લાગે છે અને તે પરુથી ભરાયેલી હોય છે તથા તેમાંથી ઘણું ચીકણું પાણી ઝરે છે, તેને કફાણિંદ કહે છે. લેહીથી જે આંખે દુખવા આવી હોય તે આંખમાંથી લાલ આંસુ ટપકે છે, નેત્ર લાલચોળ બને છે, નેત્રની આસપાસ લાલ રંગની નસ દષ્ટિએ પડે છે અને પિત્તાભિગંદનાં લક્ષણે દેખાય છે, તેને રક્તાભિળંદ કહે છે.
અભિળંદ રોગ પર વખતસર દવા નહિ કરવાથી તે વૃદ્ધિ
For Private and Personal Use Only