________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિ૦૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
વાથી અથવા ફળઘતનાં ટીપાં મૂકવાથી તે મટી જાય છે. કેટલાકને સવારથી બપોર સુધી અધું માથું દુખે છે, તેને નાકછીંકણી (જાળી છીંકણી)નો ભૂકો સૂંઘાડવાથી મટી જાય છે. અથવા કાયફળનું છોડું વાટી તેને ભૂકે સુંઘાડવાથી પણ મટે છે. અથવા પલાળેલો ચૂને અને નવસાર હાથમાં ફીણીને તેની વાસ લેવાથી આધાશીશી તરત બંધ થઈ જાય છે. આડાડા બીજા ઉપાય કરવાથી આદાશીશી ન મટે, તે નેપાળાનું પાતરું એક કટકે લઈ, જે બાજુનું કપાળ દુખતું હોય તે બાજુએ આંખની ભમરના વાળ છેડીને કપાળના ભાગ પર બે આની જેટલો ગોળ કટકો ચોટાડે. એટલે તેટલી જગ્યામાં ફેલે થશે, તે ફેલે ફૂટી જઈ તેમાંથી પાણી નીકળી જશે, એટલે આદાશીશી દુખતી મટી જશે. કેટલીક વાર એવું બને છે કે, રોગીને નાકમાંથી ખરાબ દુર્ગધ નીકળ્યા કરે છે, જેની પાસે સારા માણસ બેસી શકતાં નથી, એવી ખમાય નહિ તેવી ગંધ મારે છે. તે પછી થોડા વખતમાં નાક અને કપાળ ઉપર પુષ્કળ સોજો ચડી આવી રોગીને અસહ્ય વેદના થાય છે. તેવી અવસ્થામાં સરસિયું તેલ નાકમાં મૂકવું, એટલે નાકમાંથી લાંબી પૂંછડીવાળા મોટા મેટા કીડા પડવા માંડશે. (એટલા બધા કીડા પડતા જોયા છે કે જેની ગણતરી કરી શકાય નહિ!) તેવી અવસ્થામાં પણ સરસિયું તેલ મૂક્યા જ કરવું. એટલે તમામ કીડા નીકળી જશે અને તેમાં રહેલા કીડાનાં ઈંડાં પણ મરી જશે. સેજો ઊતરી જશે અને કીડાને લીધે નાકમાંથી લેહી અથવા પરુ નીકળતું હશે તે પણ મટી જશે. તે કીડા નીકળી ગયા પછી તે રોગીને ત્રણ મહિના સુધી કિશોરગુગળ અથવા પચ્યાગૂગળની બબ્બે ગોળી દિવસમાં ત્રણ વાર પાણી સાથે ખવડાવવાથી ફરીથી એ પગ ઊભળતો નથી.
For Private and Personal Use Only