________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખરોગ, કર્ણરોગ, નાસાગ, મસ્તરોગને નેત્રરંગ ૮૦૦
-
તા
-
,
,
,
,
,
પ્રતિશ્યાય, પિત્ત પ્રતિશ્યાય, કફ પ્રતિશ્યાય, રક્ત પ્રતિશ્યાય, સન્નિપાત પ્રતિશ્યાય, આપિનસ, પૂતિનાશ, નાસા, ભ્રષ્યથુ, ક્ષવ, નાસાનાહ, પૂતિરક્ત, અબુંદ, દુષ્ટપિસ, નાસાશેષ, ઘાણ પાક, પુટસાવ અને દીક્ષક આ રીતે અદાર પ્રકારના રંગે જાણી લેવા; પરંતુ એનાં જુદાં જુદાં લક્ષણે જાણવા માટે અમે શારંગધરની ટીકા વાંચવાની ભલામણ કરીએ છીએ.
નાકના રોગમાં પ્રતિશ્યાય એટલે સળેખમને રેગ સાધારણ છે. એમાં માથા ઉપર દિવેલ ઘસાવવું અથવા માથા પર તથા કપાળ ઉપર અફીણનું પાણી કરી ચેપડવું. જે નાક ખૂલે નહિ અને બહુજ અકળામણ થતી હોય, તે કાયફળનું છડું ઘણું બારીક વાટી મગની દાળ જેટલું સુંઘાડવાથી પુષ્કળ છીંકે આવીને નાક ખૂલી જશે. વધારે સુંઘવાથી પુષ્કળ છીંકે આવી વખતે નાકમાંથી લેહી પડે છે, એટલા માટે સાચવીને સૂંઘાડવું.
મસ્તક તથા કપાળરોગ –મસ્તકગ દશા પ્રકારના થાય છે. અર્થાવભેદક, વાતજ શિક્ષિતાપ, પિત્તજ શિરે ભિતાપ, કફજ શિભિતાપ, રક્તજ શિભિતાપ, સન્નિપાત જ શિભિતાપ, સૂર્યાવત, શિરપાક, કૃમિજ શિભિતાપ અને શંખક એ પ્રમાણે દશ પ્રકારના મસ્તક રોગ જાણવા. તથા ઉપશીર્ષક, અરુપિકા, વિધિ, દારુણ, પિટિકા, ઇંદ્ર, ખાલિત અને પલિત એ પ્રમાણે નવ પ્રકારના કપાળરાગ જાણવા.
કેટલાક રોગીના કપાળ ઉપર અને માથાના સાંધામાં ભયંકર દુઃખ થાય છે. તેવા રેગીના નાકમાં ફળદ્યુત જરા ગરમ કરી તેનાં ટીપાં મૂકવાથી તે મટી જાય છે અથવા નારાયણ તેલનાં ટીપાં મૂકવાથી મટી જાય છે. કેટલાક રોગીના કપાળના અને નાકના સાંધામાં ચાંદી પડે છે, ત્યારે નારાયણ તેલનાં ટીપાં મૂક
For Private and Personal Use Only