________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુદ્રરોગ
૩૭–ડોકટર ચંદુલાલ મુકુંદરાય-પાટણ ૧. અરૂઝ ચાંદી માટે -રસકપૂર, સોનાગેરુ, ચીકણી સોપારીના કોલસા, કાથ, બેદાર અને કુલાવેલી ફટકડી એ સર્વે સમભાગે લઈ બારીક વાટી દાબવાથી અરૂઝ ચાંદી રુઝાવા માંડશે. આ દવાથી અગન બળતી નથી, પણ ઠંડી છે.
૨. ખસ માટે અકસીર – પારે તેલે ૧, લાકડિયો ગં. ધક તેલો ૧ અને ગૂગળ તેલ ૧ લઈ, પ્રથમ પારાગંધકની કાજળી કરી ગૂગળને પથ્થર ઉપર નરમ કરી કાજળીમાં મેળવી ઘી નાખી ખૂબ બારીક લટી હાથ વગેરે જ્યાં બસ થઈ હોય ત્યાં પડવી. આથી ખસ, ચાંદી, ફડા વગેરે મટી જશે. આ દવા ઠંડી છે તેમજ ફરીથી ખસ થતી નથી, એ અનુભવસિદ્ધ છે.
૩. દરાજ માટે-ગમે તેવી સખત કાળી અથવા લાલ દરાજ થઈ હોય તે દારૂડીનાં મૂળ તેલ ૧ તથા કાળાં મરી પાંચથી સાત વાટી, એક માસ પીવાથી દરાજ મટી શરીર સેના જેવું બને છે.
૪. ખરજવું તથા દાદર માટેઃ-લાકડિયો ગંધક, ટંકણખાર અને રાળ લઈ વસ્ત્રગાળ ચૂર્ણ કરી બકરીના દૂધમાં ત્રણ તેલાની સોગઠી બનાવી, સૂકવી પાણીમાં ઘસી, દાદર અથવા ખર જવા ઉપર ચોપડવાથી ઠંડક વળે છે અને મટી જાય છે. ચળ આવતી નથી, અનુભવસિદ્ધ છે.
૫. ખસ માટે -દારૂડીનાં મૂળ શેર એક લઈ કપડે ચાળી તેમાં તલનું તેલ શેર ૧ મેળવી ધીમી આંચે સી જવી, લગડાથી ગાળી લૂખસ ઉપર ચોપડવાથી તરત આરામ થાય છે.
૩૮-મહારાજ મગનલાલ રણછોડદાસ–ધંધુકો કપાસના છેડવામાંથી કપાસ કાઢયા પછી જેઠાલિયા (કાલાં)
For Private and Personal Use Only