________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રહે છે, તે ઢાલિયાને બાળી ભસ્મ કરી જાડા કપડાથી ચાળી, તે ભસ્મ એક તેલ લઈ ફુલાવેલું મોરથુથુ વાલ ૧ મેળવી સારું ધુપેલ મલમ થાય તેટલું મેળવી ખૂબ ઘૂંટી મલમ તૈયાર કરે. અથવા બાવળની અંતરછાલ, બોરડીની અંતરછાલ, પીપરની અંતરછાલ, અરડૂસાની અંતરછાલ અને લીમડાની અંતરછાલ લાવી ઉકાળો કરી ઠંડો પાડી તે ઉકાળાથી ખૂબ ધેાઈ ઉપર લખેલે મલમ દિવસમાં બે અથવા ત્રણ વખત લગાડે. આથી ગમે તેવું અસાધ્ય ખરજવું હશે તે પણ એક અઠવાડિયામાં ચેકસ આરામ થઈ જશે. આ મલમ લગાવવાથી અગન બળશે, પણ થોડી વાર સહન કરવું. આ દવા ખસ, લુખસ વગેરે ઘણા રોગો ઉપર ચાલે છે અને રૂઝ પણ જલદી લાવે છે. શીળસમાં શરીરે ચળ આવતી હોય તે શરીરે આ ભસ્મ ચોળવાથી મટી જાય છે અને આ કાલિયાને ધુમાડા કરવાથી ચાંચડ દૂર થાય છે.
૩૯-ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી–સુરત ૧. ખૂજલી માટે –તલના તેલમાં ધંતૂરાનાં પાતરાં નાખી તળી નાખવાં, પાતરાં બળી જાય ત્યાં સુધી તળવાં. પછી ઠંડું પાડી તેને કપડાથી ગાળી લઈ તે તેલ શીશીમાં ભરી રાખવું અને દરરેજ ખૂજલી મટતાં સુધી માલિસ કરાવવું.
૨, ખરજવા માટે –મકાઈના દડાના દાણા કાઢી લીધા પછી તેનું ખાલી બેખું રહે છે, તે એક લઇ તેને અધકચરું બાળી (કેલસે કરી તેમાં પાંચસાત દાણા કાળાં મરી નાખીને બારીક ઘૂંટવું. બાદ તેને કરંજિયા તેલમાં મેળવી ખરજવા પર માલિસ કરી ચોપડવું. આ ઉપાયથી ઘણાનાં ખરજવાં મટી ગયાં છે.
For Private and Personal Use Only