________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨
૨, કંઠમાળની આગળી –(પટ્ટી) કંઠમાળ પાકી, ફૂટી ઝરે છે, ત્યારે આ મલમ લાગુ પડે છે. તે નીચે પ્રમાણે છે – - અફીણ તેલ ૧, સિંદૂર તોલે ૧, શેખું મીણ તેલે ૧, ચિખું તલનું તેલ તેલા ૫ અને ચેપું એરંડિયું તોલા ૫,
એ સર્વને મેળવી તેની આગળી બનાવવી. તૈયાર થવા આવે ત્યારે તેમાં લીમડાની કૂંપળો નાખી હલાવવું. ઉકાળો આવે ત્યારે ટીશીઓ હલાવી પછી લીમડાની ટીશીઓ કાઢી લઈ તે મલમની ઝીણા લૂગડા ઉપર પટી બનાવી લગાડવાથી કંઠમાળ રુઝાઈ જાય છે.
૧ર-વૈદ્ય પ્રભાશંકર વૃંદાવનદાસ-ધંધુકા દરાજની સેગઠી-લાકડિયો ગંધક તોલા , મોરથથુ તેલે ૧, ખડિખાર તોલે ૧, સાકર તેલે ૧, ગૂગળ તોલે ના, કુંવાડિયાના બી તેલ ૧, બાવચી તોલે ૧ અને રાળ તોલે ૧, એ સર્વનું ચૂર્ણ કરી લીંબુના રસમાં ખૂબ ઘૂંટી ગળી વાળવી. આ ગેળી પાણીમાં ઘસી દાદર ઉપર ઘસી લગાવવાથી કાળી તથા લાલ દરાજ મટે છે.
૧૩-છગનલાલ લલુભાઈ-ડાઈ લીંપવાની પીળી માટી લઈ નહાતી વખતે દાદરના ભાગને પલાળી તેના ઉપર માટી ઘસવી. સારી પેઠે રગડ્યા પછી ઠંડા પાણીથી નાહી લેવું, જેથી દાદર મટે છે.
૧૪–ષી રામકૃષ્ણ રેવાશંકર-જાદર ૧. ખસ માટે -મેંદીના પાન વાટી ખૂબ મસળવાથી ખસ મટે છે. ખસમાં ખૂજલી બહુ થતી હોય, તે કૂવાડિયાનાં બીજ છાશમાં વાટી ચોપડવાથી મટે છે.
For Private and Personal Use Only