________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુકગ
૮૩
ચૂર્ણ મેળવી તેને કપડામાં બાંધી લટકાવવું. તેમાંથી એક ટપકાવવા માટે એક કાચનું વાસણ મૂકવું અને જે પાણી ટપકીને પડે તે પાણીથી ઘારાં, ચાંદી વગેરે દેવાથી જલદી રૂઝ આવી જાય છે.
૨. મેરથયુ તેલા રા અને જસત તોલા રા લઈ પહેલા મેઢાની બાટલીમાં ભરી, તેમાં પાણી તોલા ૨૦ નાખી તડકે રાખવું. આમાં મોરથુ અને જસત બંને એકરસ થઈ જશે. ત્રીજે દિવસે તેને હલાવ્યા સિવાય ઉપરથી નીત પાણી કાઢી લઈ, તે પાણીને તડકે સૂકવી શીશીમાં ભરી રાખવું. આને ઝીંક કહે છે. આ ઝકનાં ટીપાં બનાવવાં. એનાથી ખીલ અને તાપિલિયાં મટે છે.
૯-વૈદ્ય નંદરામ મોરારજી-કંથારિયા ખરજવા માટે -ફિનાઈલને તપખીર દાબતાં રૂઝ આવે છે. ૧૦–માસ્તર નરભેરામ હરજીવન–નવાગામ
૧, ખરજવા માટે -કરંજિયું તેલા ૫, મધ તેલા ૫, મીણ તેલા ૫, મેરથુથુ તોલે ૧ અને કપૂરતોલે ને લઈ એને મલમ કરી ચોપડવાથી લીલું, સૂકું અને કચકચતું અથવા કોઈ પણ પ્રકારનું ખરજવું હશે તો પણ મટી જશે. તેમજ દાદર, ખસ વગેરે ઉપર આ મલમ ચોપડવાથી મટશે.
૨. ખસ માટે-આંબાહળદર અને કાળીજીરી બારીક વાટી ઘીમાં મેળવી ચોપડવાથી ખસ મટે છે. અથવા એ ચૂર્ણને પાણી સાથે બારીક વાટી શરીરે ચોળવાથી લૂખસ તથા કરદ મટે છે.
૧૧-વૈદ્ય અંબારામ શંકરજી પંડ્યા-વાગડ ૧. શીળસ માટે મલમ –બદાર ટાંક ૪, મોરથુથુ ટાંક ૨, ખાપરિયું ટાંક ૧, મનસીલ ટાંક ૪, કંપી ટાંક ૨, હીરાદ
ખણ ટાંક ૮ અને મરી ટાંક ૪ લઈ કુલેલ તેલ અથવા સરસિયા તેલમાં વાટી ખરડ કરવાથી શીળસ મટે છે.
For Private and Personal Use Only