________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ખાધા પછી અથવા બીજા કારણથી ઊલટી થતી હોય, તેના ઊલટીના વેગને દાબી રાખી ઊલટી કરે નહિ, તેના શરીરમાં વાયુ સાથે મળેલું પિત્ત કપ પામી ચામડી ઉપર લાલ = જેમાં પુષ્કળ ચળ આવે છે તેવાં ચાઠાં ઉ૫ર કરે છે, તેને ઉત્સાહે કહે છે. જે ચાઠાં ઉત્પન્ન થાય છે, વળી મટી જાય છે, વળી પાછાં થાય છે અને વળી મટી જાય છે તેને કઠ કહે છે.
આ શીળવાના રોગમાં રોગીને સાફ ઝાડે લાવવાને માટે સેનામકઈ, ગુલકંદ અને હરડે જેવા પદાર્થોને હલકે જુલાબ આપ. અથવા લઘુનારાયણ ચૂર્ણ એટલે પીપર તેલે એક, નસેતર તેલા ચાર, સાકર તોલા ચાર એનું ચૂર્ણ કરીને મધમાં ચાટવાથી પેટનું ફૂલવું, પેટનું શૂળ અને મળાવરોધ દૂર થાય છે. શીળવાના રંગમાં ઘણું કરીને કાળાં મરીનું ચૂર્ણ બે આનીભાર ઘી સાથે દિવસમાં બે વાર ચાટવાથી ઘણો ફાયદો થાય છે. શીળવાના રોગીને આખે શરીરે અડાયાંની રાખડી ખૂબ ચોળીને ઘેટાના ઊનની કામળમાં સુવાડી મૂકવાથી ઘણે ફાયદે થાય છે. કેઈ પણ જાતને શીળવા થયા હોય તેને ખરેખરો અને અદ્ભુત ચમત્કાર બતાવનારો ઉપાય એ છે કે, જે લેકે - કક્કામાં પીવાની ગડાકુ બનાવે છે અને તે ગડાકુવાળા હાથ જે વાસણમાં ધોઈ નાખે છે, તે વાસણનું ગડાકુવાળું પાણી લાવી શીળવા ઉપર ચોપડવાથી તાત્કાલિક સારો ફાયદો થાય છે અને ચૂંટ મટી જાય છે તેમજ ચામડી સાફ થાય છે.
વિસપરોગ:-જે માણસ અતિ ખારા, ખાટા, તીખા અને ઉણુ એવા પદાર્થોનું સેવન કરે છે, તેના વાતાદિ દોષ કુપિત થઈ સાત પ્રકારના વિસ" રોગ ઉત્પન્ન કરે છે. જ્યારે વ્યાનવાયુ કુપિત થઈ ચામડીમાં વહેતાં લેહી, રસ, મેદ અને માંસ એ ચારને દૂષિત
For Private and Personal Use Only