________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
પાણી સાથે લેપ કરવાથી રતવાની ગાંઠ કે જે મટીને લોહી ફરતું થશે. આ લેપ અમારે ખાસ અજમાવેલ છે.
૨૮-વિધ નૂરમહમદ હમીર–રાજકોટ કેળનું પાણી પાવાથી રતવા મટે છે. રતવાની ગાંઠ ઉપર રતલિ અને હિમકંદ મેળવી લેપ કર.
૨૯-વૈદ્ય બાળાશંકર પ્રભાશંકર-નાંદોદ
એક નાળિયેર પાણીવાળું લાવીને તેની ઉપરનાં છોડાં કાઢીને તેને છિદ્ર પાડી તેમાંનું પાણી કાઢી લઈ જુદું રાખવું. પછી તે નાળિયેરમાં ધળી મૂસળી, કાળી મૂસળી, સાબૂદાણ, બળબીજ, એખરે તથા સાકર બબ્બે રૂપિયાભાર લઈ ઝીણું વાટી પેલા નાળિચેરના પાણીમાં ભેળીને નાળિયેરમાં ભરવાં; બાકીનું પાણી વધ્યું હોય તે ઉપરથી રેવું અને તે નાળિયેરને એક દિવસ એમ ને એમ રહેવા દેવું. પછી તે નાળિયેરને ચીંથરાને દાટે મારી તેના ઉપર કપડમટ્ટી કરી તેના ઉપર રાખડી ભભરાવી પછી એક ખાડે છેદી તેમાં મૂકવું. ઉપર થોડું મોડું નાખવું અને તે ઉપર તાપ કરે. તેને માત્ર એક છાણાને અગ્નિ આપે. એ પ્રમાણે આઠ દિવસ કરી નવમે દિવસે તેને બહાર કાઢી કપડમટ્ટી દૂર કરી નાળિયેરને કેડી તેમાંનું કપરું જુદું કાઢવું અને મસાલે જુદે કાઠ. પછી પિણીમાં ઘી ૧૦ રૂપિયાભાર મૂકીને પેલું કપરું ઝીણું ખાંડીને ઘીમાં નાખવું અને તે જરા રાતું થાય એટલે નાળિયેરને મસાલે નાખવે; તે જ સંતળાય એટલે થાળીમાં કાઢી લેવું. તે પછી ઘઉને એ શેર મા ઘીમાં શેક. પછી કપરું, મસાલે અને લેટ ભેગાં કરવાં. ત્યાર પછી અડદને લેટ શેર ઘીમાં શેકીને જુદે રાખવે. પછી સાકર શેર ૧ ઝીણી વાટીને સર્વેને મેવળવું અને તે પછી એલચી તેલા ૨ ઝીણું વાટીને મેળવવી. તમામને એક
For Private and Personal Use Only