________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૬૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ત્રણ આનીભારની ગેળી કરવી. દિવસમાં એક જ વખત સવારે એક ગેળી ખાવી. ચણાના દાળિયા સિવાય કાંઈ ખાવું નહિ. એ પ્રમાણે ત્રણ દિવસ ગળી ખાવી. ચોથે દિવસે સાકરને શીરે ખા, જેથી વિસ્ફોટક મટે છે.
૧૩-વૈદ્ય પ્રભાશંકર વૃદાવનદાસ–ધંધુકા
સોમલનાં ફૂલ –સોમલ તેલ ૧, કપૂર તેલ ૧ અને રસકપૂર તેલ ૧, એ સર્વ વાટી એકત્ર કરી ડમરુયંત્રથી ચાર કલાક ધીમી આંચે પકાવવું. જ્યારે સ્વાંગ શીતળ થાય, ત્યારે યંત્ર બલી ઉપરની હાંડલીમાં ચોટેલાં સેમલનાં ફૂલને કાઢી વાટી ચોખાપૂર સાકરના એક વાલપૂર શીરામાં મેળવી ગળી જઈ, ઉપરથી બાકીને શીરો ખાઈ જ. એ પ્રમાણે ચારથી આઠ પડીકાં દરદના પ્રમાણમાં ખાવાં. પરેજી બરાબર પાળવી. ખેરાકમાં ઘઉં, ઘી અને સાકરજ ખાવાં. એ સિવાયની કેઈપણ ચીજ ખાવી નહિ. હળાહળ રસાયન ફૂટી શરીરે ચાંદાં પડ્યાં હોય તે પણ આ ફૂલના સેવનથી મટી જાય છે. ગરમી થઈ શરીર કાળું પડી ગયું હોય તેને માટે આ ઉપાય ઘણેજ ઉત્તમ છે. ૧૪–વૈધ વિશ્વનાથ અમૃત મંજુરે જુન્નરકર-સુરત
૧. ભિલામાં શેર , ઘી શેર મા, ભિલામાંની ડી કાઢી નાખી ઘીમાં તળી તે ઘી ગાળી લેવું. તે ઘી બે આનીભાર લઈ એક રૂપિયાભાર દહીંમાં નાખીને પાવું. હિંગ, વાલ, કેળું અથવા કેળું ખવડાવવું નહિ તથા ચલાઈની ભાજી સૂકવીને તેને ભૂકે, ઈસબ ગોળ અને સૂકી ગળે એ ત્રણે સરખે ભાગે લઈ ઝીણાં ખાંડી, મધ મેળવી છે. તેલાની ગળી વાળી દૂધ અગર પાણી સાથે એકેક સવારસાંજ આપવી, જેથી લોહીવા, પ્રદર અને ઉપદંશ મટે છે,
For Private and Personal Use Only