________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭૩
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
એ વૈદ્યને બીજા રોગ સારા કરવા માટે ધ્યાન આપવાની ફુરસદ મળે નહિ. એટલે હાલમાં બીજા રેગના ઔષધોપચારની સાથે કેટલાક વૈદ્યો મલમપટ્ટાનું કામ પણ કરે છે. પરંતુ અમારું માનવું એવું છે કે, ગલગંડથી શુરોગ સુધીની ચિકિત્સા કરવા માટે એક સ્વતંત્ર વૈદ્યની જ જરૂર છે. કારણ કે જુદી જુદી જાતનાં, જુદા જુદા પ્રકારનાં સંખ્યાબંધ દર્દીને વિચારપૂર્વક તપાસી તેના ઉપર જોઈતા ઝાડપાલા, છાલ, મૂળ, કંદ, રસ, ક્ષાર, રાખડી અને સંખ્યાબંધ જાતના મલમે રાખવાને માટે એક સ્વતંત્ર દવાખાના સિવાય ચાલી શકે એમ નથી. એ વિદ્યામાં નિપુણતા મેળવિને આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે રોગને પારખી તે રોગમાં ખાવાની કે ચેપડવાની ક્રિયા કરવામાં નિપુણતા મેળવે, તે તેને શલ્ય સિવાયનાં બીજા દર્દોમાં શસ્ત્રકર્મ કરવાની જરૂર પડે નહિ. એટલું વિવેચન કરીને શુદ્રરેગનું વર્ણન કરતાં પહેલાં અમારે કહેવું જોઈએ કે, આપણા લેકમાં એક સાધારણ રિવાજ પડી ગયે છે કે, બુદ્ધિપૂર્વક વિચાર કરીને મનુષ્ય શરીરની જ્ઞાનેન્દ્રિયોના રાગે માં ચિકિત્સા થવી જોઈએ. પરંતુ જેટલું ધ્યાન શરીરના ભીતરના ભાગમાં તાવ આદિને લીધે બીજા રોગોમાં આપવામાં આવે છે, તેટલું ધ્યાન જ્ઞાનેન્દ્રિયના રાગે માટે આપવામાં આવતું નથી. લેકનાં મનમાં એવો ખ્યાલ પ્ય છે કે, ઇન્દ્રિયનાં દર્દો કાંઈ જીવ લેતાં નથી, તો પછી નકામા વૈદ્ય-ડોકટરોના પૈસા શું કામ ખરચવા? તેથી આંખ આવે છે તે ખાપરિયું કે ચિમેડ આજે છે કાન પાકે છે તે કોઈ જાતનું તેલ મૂકે છે; જીભે ચાંદી પડે છે તે ધમાસ ને ફટકડીના કેગળા કરે છે. ચામડી ઉપર ફેલા કે
ડ થાય છે, તે છાલ પાલે પડે છે અથવા સાધારણ મલમની પટ્ટી મારી દે છે. નાકમાં ફેલી થાય છે તે ફૂલ સૂંઘી મટાડવાની ઇચ્છા રાખે છે. પણ એવી બેદરકારીથી જ્યારે રોગ પિતાના
For Private and Personal Use Only