________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ચૂને એ બેઉનું પાણી જાડી છાશ જેવું કરી, કપડે ગાળી એકઠું કરવું. પછી કેલોમલને પાણીમાં હલાવતા જવું અને પાણી પેલા બે પાણીમાં મેળવતા જવું. કેલેમલને એ સ્વભાવ છે કે, એકદમ પાણીમાં નહિ ઓગળતાં વાસણને તળિયે બેસી જાય છે, તેથી પાણી રેડતા જવું અને હલાવી હલાવીને પેલા પાણીમાં ઉમેરતા જવું, એટલે ત્રણે પાણી મળીને કાળા રંગનું પાણી તૈયાર થશે. તે પાછું પણ ઉપરના લીલા પાણીની પેઠે વાપરવું. આ બેઉ પાણીના કેગળા કરવાથી મોઢામાંની ચાંદી પણ મટે છે. ઉપદંશના રોગીને હિંગ, ચણા, આદુ અને ખાંડની સખત પરેજી કરાવવી. જે પરેજી કરવામાં નહિ આવે તે ચાંદી માંસાઈ જશે. જો કે માણસને ઉપર કહેલે લિંગવતી રેગ થયેલ હોય છે, તેવી અવસ્થામાં શસ્ત્રવેદ્યો તેને કાપીને કાઢી નાખે છે અને ચાંદી રુઝાવી નાખે છે, પણ એ લિંગવતી ફરી ફરીને પાછી થાય છે. માટે જે લિંગવતી થઈ હોય તે તેને ઉપર પાગૂગળની ગળી ઘસીને દિવસમાં બે વાર ચેપડવાથી થોડા દિવસમાં મટી જાય છે તે પાછી થતી નથી.
ફિરંગરોગ-ફિરા એ શબ્દ ફારસી ભાષાને છે. એનો અર્થ એ થાય છે કે, “એકરંગ.” જ્યારથી આપણા દેશમાં ફિરંગી લેકે આવ્યા ત્યારથી એ રોગની ઉત્પત્તિ થયેલી જણાય છે. કારણ કે પ્રાચીન ગ્રંથોમાં એ રોગનું નિદાન જણાતું નથી, પરંતુ ભાવપ્રકાશે ઉપદંશની પછી ફિરંગ રોગ લખ્યો છે અને તેમાં લખ્યું છે કે, આ રોગ ગંધથી થાય છે. એ રોગ ફિરંગી મનુષ્યના સંસગ અને ફિરંગી સ્ત્રીઓના પ્રસંગથી ઉત્પન્ન થાય છે. આ ઉપરથી એવું સમજાય છે કે, ફિરંગીઓની સ્ત્રીથી અથવા આપણા દેશની કે સ્ત્રીઓ સાથે ફિરંગીઓના પ્રસંગથી એ રોગ ઉત્પન્ન થયેલ છે. ફિરંગરોગ આગંતુક હોવાથી જે જે દોષની અધિકતા હોય તે તે દોષને તેને આશ્રિત ગણવે. વૈદ્યોએ ધ્યાનમાં રાખવું
For Private and Personal Use Only