________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦ શ્રી આયુર્વેદ નિબંધમાળ-ભાગ ૨ જો નાખ્યા કરવાથી એકબે દિવસમાં સેજો ઊતરી જાય છે. તેમજ મીંઢી આવળ (સેનામુખી) ને પ્રગ ઉપર પ્રમાણે કરવાથી સોજો ઊતરી જાય છે.
૩. ઇન્દ્રિયને જખમ બહુ કચકચ જણાય તે (સોજો ઊતર્યા પછી આવાં ચિહન જણાય છે) બોરડીના પાનનું ચૂર્ણ દાબવું જેથી સાફ થઈ જશે. ત્યાર બાદ ઉપર લખેલું ચૂર્ણ લગાડવું.
પ–વલભદાસ નરોત્તમદાસ શાહ-ભચ ગરમીની ચાદી માટે ધુમાડી-હિંગળક તેલે ૧, કાળી તમાકુનાં સૂકાં પાન તેલા ૨ અને નાની એલચી તોલે ૧ એને ખૂબ બારીક વાટી સાત પડીકાં કરી, એક પડીકું સવારે તથા એક પડીકું સાંજે લઈ ધુમાડી દેવી, જેથી સાડાત્રણ દિવસમાં મટે છે. ખેરાકમાં ઘઉંની રોટલી, ઘઉંની ભૂલી અને ઘી ખાવું. સાત દિવસ પછી ઘઉં, સાકર અને ઘી, તથા તે સાત દિવસ પછી થોડી થોડી સર્વે ભણસ ખાવી. આ દવા અનુભવસિદ્ધ છે.
૬-વેધ લક્ષ્મીશંકર જાદવજી–ધંધુકા - જીર્ણ, ઉપદંશ અને તેના વિકારે માટે -લવિંગ તેલ ૧, મરી તોલે ૧, અકલગર તેલ ૧, વાવડિંગ તેલ ૧, મીમસ્તકી તોલે ૧, અજમે તોલા ૪, દેશી ગેળ તેલા ૫, ભિલામાં નંગ ૩૫ એ સર્વને ભેગાં વાટી ચણીબોર જેવડી ગોળી વાળવી. સવારસાંજ અકેક ગોળી દૂધમાં ખાવી. જેથી લગભગ પંદર દિવસમાં મટે છે. જે જલદી મટે તો પછી ખવરાવવી નહિ. ખારાકમાં દૂધભાત સિવાય કાંઈ પણ આપવું નહિ. બરાબર પરેજી પળાવવી જેથી જૂને વ્યાધિ મટે છે, તેમજ જૂને વાતવ્યાધિ પણ મટે છે. ભિલામાંના ઝેરને માટે કે પરું ખાવું તથા કોપરેલ પડવું. આ દવા અનુભવસિદ્ધ છે.
For Private and Personal Use Only