________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
- a
,
રેગને ઉત્પન્ન કરીને પોતે પણ દેખાતા રહે છે. એ પ્રમાણે ફિરંગ
ગમાં ઘણેભાગે જોવામાં આવે છે. જેમાં એક માણસને પિશાબ ઉપર ચાંદી પડી, તે ચાંદી ઘણું કરીને પ્રથમ ઇંદ્રિયના કાપામાં પડશે અને તેની સાથે પસીનાનું ગંધાવું અને શરીરમાં તાવ એ બે ઉપદ્રવ જણાશે. તે વખતે ચાંદીને રુઝાવવા માટેની ઉતાવળ કરવામાં આવે અને તે ચાંદી ઉપર ઘેળો મલમ અથવા કઈ જાતની ઠંડી ભૂકી દબાવવાથી ચાંદી રુઝાઈ જાય છે, પણ તેનું ઝેર શરી૨માં રહી જાય છે. તે ઝેર શરીરમાં વ્યાપીને પ્રથમ બદ ઉત્પન્ન કરે છે. એ ભયંકર બદનું દરદ પાકીને પરુ નીકળી જાય તે બહેતર છે, પણ કેઈ જાતના શેકથી અથવા લેપથી અથવા મલમપટ્ટાથી બદની ગાંઠ ઓગળી જાય, તો તેનું ઝેર શરીરમાં વ્યાપીને વિસ્ફોટક, સંધિવા, ગાંઠિયાવા, લકવા અને ફાલેજ જેને આપણે શાસ્ત્રમાં અડદિયે વે કહે છે તે રોગ થાય છે. તે પછી તે રોગને કાઢવા માટે ઘણા વૈદ્યો તેને વાયુ ધારીને સોમલ અથવા ભિલામાંના પ્રયોગ કરે છે, જેથી શરીરમાં ઉષ્ણુતા વધીને એનું ઝેર જ્ઞાને દિયમાં પસરી કેટલાકને આંખે મેતિયા, ફૂલો અને ડેયાં થાય છે અથવા આંખે આંધળા થાય છે. મેઢામાં તેનું ઝેર આવવાથી મુખમાં અને તેમાં ઘણું કરીને હેઠના બે સાધાઓમાં તથા જીભની ઉપર અને મૂછના વાળમાં ચાંદી પડે છે, તેથી તે ચાંદી પાકતાં પાકતાં જીભ સડીને વચમાંથી અધીખવાઈ જાય છે. કેટલાકનાં નાક ખવાઈ જાય છે અથવા ગંગણું બોલાય છે, કેટલાકના કાન ખરી જાય છે એટલું જ નહિ પણ એક વાર ફિરંગરેગ થયે હેય અને તે માણસ પિતાની સ્ત્રી સાથે સંબંધમાં આવે, તો તે સ્ત્રીને પણ સંસર્ગદષથી પિતાના જેવી દુઃખી કરે છે. તેવી રીતે ચાંદીને રોગ થયો હોય તે પછી તેના વીર્યથી સંતતિ ઉત્પન્ન થાય તે તે સંતતિને બદ તથા પ્રમેહ તથા આગ, (ગાંઠ પાકે છે તે) લૂલાપણું,
For Private and Personal Use Only