________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
અત્યંત વધી ગયેલ હોય ને ઉપદ્રવ સાથે ચાંદી કે નાસૂર પડી ગયાં હોય, તે રસકપૂર તેલ એક તથા મુલતાની માટી (ખડી) તેલા ચાર લઈ, બેઉને ધણી બારીક વાટી, પાણીમાં મેળવી તેની અડદના દાણા જેવડી ગોળીઓ વાળી મૂકવી. તે ગોળીમાંથી બબ્બે ગોળી દરરોજ સવારમાં પાણી સાથે ગળાવી તે ઉપર પાકી આમલીને પાણીમાં બળી, હાથે ચાળી તેનો રગડા જે રસ કાઢી, કપડે ગાળ્યા સિવાય તે પાવે. એ બે ગોળી ખાધા પછી આવી રીતે આમલીનું પાણી આખા દિવસમાં પાંચથી દસ રતલ લગી પેટમાં જાય છે. પણ તેથી રોગીના દાંત ખટાતા નથી, સાંધા કે હાડકાં દુઃખતાં નથી; રોગીને કંટાળો આવતો નથી, પણ તેને આમલીનું પાણી પીવાનું મન થયા કરે છે. આ ગેળી વધુમાં વધુ એકવીસ દિવસ ખવડાવી, તે પછી એ ગોળી બંધ કરવી. જેટલા દિવસ ગાળી ખડાવેલી હોય તેટલા દિવસ દરરોજ દિવસમાં બે વાર, એકવીશ પાતરાં લીમડાનાં લઈ, પાણીમાં વાટી તેનો રસ કાઢી પાવે. આ ગેબી ખવાતી હોય અથવા ગોળી બંધ થઈ લીમડે પિવાત હોય ત્યાં સુધી રોગીએ દૂધ, ગળપણ અને ઘી બિલકુલ ખાવું નહિ. જે દૂધ ખાશે તે તેને શરીરમાં કમ્પવાયુ થશે, જે ગળપણ ખાશે તે તેનું ગળું બેસી જશે, માટે આ ગળી જે રેગી વૈદ્યના કહ્યા પ્રમાણે ચાલનારે હોય તેવા રોગીનેજ આપવી. વાતવાતમાં દરેક રોગીને આ ગળી આપવાથી રેગી પરેજી તેડી નાખે છે અને લેકમાં એમ કહેવાય છે કે, ફલાણી વૈદ્ય ફલાણાને રસાયન ખવાડયું તે ફૂટી નીકળ્યું ! અથવા તેથી તેનું શરીર બગડી ગયું, એમ અપવાદ આવે છે. પણ કઈ રોગીને ઠપકો આપતું નથી. આવી જાતના ફિરંગરોગમાં રોગીને નીલકંઠ રસ તથા ગર્ભવિલાસ રસ પણ ફાયદો કરે છે. કેટલીક વાર એવું બને છે કે, ટાંકી થઈ રુઝાઈ જાય, બદ થઈ ફૂટીને નીકળી જાય અથવા વેરાઈ જાય; તે પણ
For Private and Personal Use Only