________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪૦
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ગટા ગુંદ એ સર્વને ખાંડી વસ્ત્રગાળ કરી, એ સર્વના વજનથી અડધી સાકર મેળવી પિતાને માફક આવે એવી રીતે એક તેલા સુધી આ ચૂર્ણ સવારસાંજ મધ-ઘી સાથે ખાવાથી તમામ રોગ નાશ પામે છે અને શરીરને પુષ્ટ બનાવે છે. તમામ જાતના રસ ચૂર્ણ, ગુટિકા અને પાક કરતાં આ પ્રાગ ઘણોજ ઉત્તમ નીવડેલ છે.
૯-વૈદ્ય દત્તાત્રેય ભગવાનજી કાસિંદૂર-ભિલામાં શેર તો ખાંડી, હિંગળક તેલા ૨ ને કટકે મૂકી ગોળ વાળી કપડમટ્ટી કરી સૂકવવે. સુકાયા પછી ત્રણચાર અડાયાં-છાણમાં બેત્રણ વખત ભિલામાં સાથે પકવવે. ઉદા જે રંગ થાય ત્યારે બરાબર થયે સમજ. ત્યાર પછી ખૂબ ખરલ કરી એક રતીભાર બદામની મીજ નંગ ૨ સાથે વાટી, મધ મેળવી ચાટવાથી યકૃતને દુખા ગમે તે હોય તે પણ મટે છે તથા ભૂખ સારી લાગે છે. એના ઉપર ખેરાકમાં ઘઉં, ઘી દૂધ, સાકર અને મધ વગેરે લેવું, એ સિવાય કાંઈ પણ ખાવું નહિ. મીઠું પણ ખાવું નહિ. પડકાં દિવસમાં બે વખત સાત દિવસ આપવાથી ઘણે સારે ફાયદો થાય છે.
૧૦-વૈદ્ય મણિશંકર ભાનુશંકર-વલસાડ અણેદય રસ-રસસિંદૂર, હીરાબેળ, ગૂગળ અને પીપર એ સર્વ સરખે વજને લઈ પ્રથમ ગૂગળ તથા હીરાબળને સહેજ ઘીમાં ખલવાં જેથી છૂટાં થઈ જશે. પછી તેમાં પીપર તથા રસસિંદૂરને ખૂબ બારીક ખરલ કરી મેળવી, આદુના રસમાં ચણા જેવડી ગોળી વાળી, ઘી–મધ અથવા ઘી-સાકરના અનુપાન સાથે આપવાથી સ્ત્રીઓ તથા પુરુષોની ધાતુક્ષીણતાને મટાડે છે તથા શરીરમાં સારા પ્રમાણમાં શક્તિ લાવે છે.
For Private and Personal Use Only