________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
અથવા વધેલા લેહીને ભેદ કરી, તેને કટકે પાડે છે. પછી તે કેપેલા કફ તથા લેહીને ત્વચા, રગે, સ્નાયુ અને માંસ સુધી ખેંચી લાવી દુષ્ટ કરી, તેની લાંબી, નાની, ગોળ, મેટી, ખરબચડી તથા લાલ રંગની ગાંઠની હાર ઉત્પન્ન કરે છે. આ ગાંઠેમાં ઘણા સણકા મારે છે, તતડીને તાવ ભરાય છે, શ્વાસ, ઉધરસ, અતિસાર, મોઢાનું સુકાવું, હેડકી, ઊલટી, ચકરી, ભ્રમ, શરીરને રંગ બદલાઈ જ, મૂછ, શરીરમાં દુખાવો અને અગ્નિમંદતા વગેરે ઉપદ્રવ થાય છે. આ વિસર્ષ કફ અને વાયુના વિકારથી ઉત્પન્ન થાય છે, તેને ગ્રથિવિસર્ષ કહે છે. જે વિસર્ષમાં વાયુની પેઠે કફ અને પિત્ત પ્રકપ પામી વાયુને બગાડે છે, એટલે તે વાયુ કફ અને પિત્તના ભાગ પાડી શરીરમાં ભારેપણું ઉત્પન્ન કરે છે, તેથી રોગીનું અંગ મરડાય છે. તાવ, નિદ્રા, અર્ધનિદ્રા, મસ્તકશૂળ, અંગગ્લાનિ, બેચેનીથી હાથપગ હલાવ્યા કરવા, લવાર, અરુચિ, ફેર મૂછી, હાડકામાં દુખાવે, અગ્નિમંદતા અને ઇન્દ્રિય ભારે થવી, ઝાડા વાટે આમનું પડવું અને મૂત્રને માગ કફથી ખરડા વગેરે ઉપ દ્વ થાય છે. આ વિસર્ષ પહેલવહેલો આમાશય ઉપર થઈને ચારે તરફ ફેલાય છે. તે ઘણે દુખતો નથી, તેના ઉપર પીળી, લાલ અને સફેદ ફેલીઓ ઊઠે છે. આ વિસપને રંગ ચળકતી શાહી જે. કાળે, લગાર મલિન, સૂજેલો, જડ, અંદરથી પાકેલે તથા ઘણી બળતરાવાળે હોય છે. આંગળીથી દાબતાં અંદરથી રસીથી ભીને થાય છે અને તેમાં ચીરા પડે છે, એટલું જ નહિ પણ તે કાદવ પ્રમાણે થઈ પછી તેનું માંસ ગળે છે અને તેથી તેની નસે તથા સ્નાયુ ઉઘાડાં પડે છે અને તેમાંથી મુડદાના જેવી વાસ આવે છે. આ જીવલેણ વિસ૫ને કદમવિસ" કહે છે. જે વિસર્ષમાં બહારનાં તથા અંદરનાં કારણેથી અંગ ઉપર જખમ પડી તેમાં થી વાયુ કુપિત થઈ, તે રક્તસહિત પિત્તને જખમમાં લાવી,
For Private and Personal Use Only