________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગંદર, શુકદષ, શીતપિત્ત, વિસર્ષ તથા વિસ્ફોટક ૮૨૯
વિસર્ષ ઉત્પન્ન કરે છે. તે વિસર્ષની જે ફેલીઓ થાય છે તે મઠ, અડદ અથવા મસૂરના દાણા જેવડી કાળા રંગની હોય છે. આ વ્યાધિમાં સોજો આવે છે, સણકા મારે છે, તાવ આવે છે અને બળતરા થાય છે. આ વિસપનું રક્ત કાળાશ પડતું હોય છે, તેને ક્ષતજવિસર્ષ કહે છે.
આ વિસપને રતવાનું નામ આપવામાં આવ્યું છે અને તેમાં જુદા જુદા દે પ્રમાણે લક્ષણે જોવામાં આવે છે. પરંતુ વિસર્ષ ના નામથી ઓળખાવાની પરિપાટી બદલાઈ જવાથી તેને “રતવા થયે છે” એમ કહેવામાં આવે છે. વાયુ લેહીને બગાડે છે ત્યારે ચેપિયે રતવા થાય છે, પિત્તને બગાડે છે ત્યારે દાઝિયે રતવા થાય છે અને કફને બગાડે છે ત્યારે પહાડિયે રતવા થાય છે. કેટલાક વૈદ્ય કેટલીક વાર પ્લેગના રોગને પણ ગ્રંથિવિસર્ષ કહે છે, પરંતુ ગ્રંથિવિસર્ષ કે અગ્નિવિસપનાં લક્ષણે તેમાં જોવામાં આવતાં નથી. વિસના રોગમાં એટલે રતવામાં રેગીને તેલ અથવા ઘી ખાવાને આપવું નહિ; એટલું જ નહિ પણ તેને સ્પર્શ પણ થવા દે નહિ. જે જરૂર જણાય તે મંજીષ્ઠાદિ કવાથ સાથે શુદ્ધ કરેલ ગંધક આપવાથી જલદી લેહી સુધરી જાય છે. ચેપિયા રતવા ઉપર પીપળાનું છોડું અને રતાં જળી પડવાથી જલદી આરામ થાય છે. દાઝિયા રતવા ઉપર ગુલેઅરમાની તથા ગુલાબજળ ચેપડ્યા કરવાથી ફાયદો થાય છે. અથવા ગુલેઅર માની અને ચાલાઈની ભાજીને રસ પડવાથી આરામ થાય છે તથા પહાડિયા રતવા ઉપર મરીકંથારનું મૂળિયું પાણીમાં ઘસી ચેપડવાથી ફાયદો થાય છે. પરંતુ પહાડિયે રતવા જે મર્મસ્થાન ઉપર થયો હોય તે એકદમ નીચે ઊતરી આંતરવિદ્રધિની પેઠે રેગીના પ્રાણ લે છે. એ જ પ્રમાણે “માંકડી” નામનું ઘાસના તણખલા જેવા આકારનું એક જીવડું બે થી છ આંગળ લાંબું, ઘાસ
For Private and Personal Use Only