________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
-
- -
-
-
-
-
-
ર
-
- -
-
-
-
૭. પુરુષની ધાતુ જતી હેય તે માટે-પીળી કેડીની ભસ્મ લે છે, કુલાવેલી ફટકડી તોલે , એલચી તેલ ૨, મધ તેલા ૪ અને સાકર તેલા ૨, એ સર્વ મેળવી તેના બે ભાગ કરી, સાવારસાંજ ચાટવાથી પુરુષની ધાતુ જતી હોય તે બંધ થાય છે.
૮. ધોળી મૂસળી, એખરે, મુગલાઈ બેદાણા, કૌચાં અને કુતેલાનાં બીજ એ પાંચે સમભાગે લઈ દૂધમાં ખીર કરી સાકર તોલા ૨ નાખીને પીવું. દૂધ શેર માં લેવું. આ દવા થોડા દિવસ ચાલુ રાખવાથી ધાતુ જતી બંધ થાય છે.
૯ કોચ, એખરો, ગોખરુ, કાળા તલ, અડદ, શતાવરી અને બળબીજ એ સર્વનું ચૂર્ણ કરી દૂધ તથા સાકર સાથે પીવાથી ધાતુ જતી બંધ થાય છે.
૧૦. વડનું દૂધ પતાસામાં ખાવાથી ધાતુ જતી બંધ થાય છે.
૧૧. સીમળાની અંતરછાલ પલાળી તેમાં સાકર નાખી પીવાથી ધાતુ જતી બંધ થાય છે.
૧૨. કપૂરિયા ઝાપટાનાં પાનને રસ સાકર નાખી પીવાથી ધાતુ જતી બંધ થાય છે.
૧૩. શતાવરી, બળદાણા, કૌચાં, એખરો, ગોખરુ કાળા તલ અને અડદ લઈ એનું ચૂર્ણ કરી દૂધ તથા સાકરમાં પીવાથી થાતુ પુષ્ટ થાય છે.
૧૪. ગળોસત્વ, ધળી મૂસળી, કાળી મૂસળી, આમળાં અને ગોખરુ લઈ તેનું ચૂર્ણ ઘી તથા સાકરવાળા દૂધમાં પીવું, જેથી ધાતુ બંધાય છે અને પુરુષાતન પ્રાપ્ત થાય છે.
૧૫. શીતળતા ઉપર-મેથીને દૂધમાં રાંધી સવારે પીવી અને સાંજે દૂધમાં પીપર રાંધીને પીવી જેથી ધાતુક્ષીણતા મટે છે.
For Private and Personal Use Only