________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
૪. જાયફળ, લવિંગ અને હિંગળક તેલે તલે લેવાં; જાવંત્રી, કેશર, અફીણ, ભાંગ, વછનાગ, અકકલગરે અને પીપર એ અડધે અડધે તેલે લેવાં. હિંગળેક બે તોલા લે; આ સઘળાને વાટી વસ્ત્રગાળ કરી ભાંગના ઉકાળામાં એક દિવસ ખલ કરી ચણોઠીપૂરની ગોળી વાળવી. સવારસાંજ એકેક ગેળી દૂધ સાથે આપવાથી શક્તિ, પુષ્ટિ અને તેજ વધે છે.
૨-અતિશ્રી રવિહંસજી દીપહંસજી-સુરત ૧. પડકયૂરે, દર્દે અકરબી બમન સફેદ, બંમન સુરખ, કાળે છડ, એલચી, લવિંગ, તમાલપત્ર, પીપર અને સૂંઠ, એ અડધે અડધે તેલે, કસ્તૂરી વાલ ૨, સોનાના વરખ નંગ ૨૫, ચાંદીના વરખ નંગ ૧૨૫ અને જુજબદસ્તર તેલ ૧ લઈ, પ્રથમ જુજબદસ્તરને મધમાં વાટી, પછી વસાણું મેળવી, ચણીબોર જેવડી ગોળી કરવી. ગળી ૧ થી ૨ દૂધમાં ખાવાથી શક્તિ આપે છે.
૨. દેવટોનિક પાવડર-અંબર વાલ ૧, લેહભસ્મ તેલ ૦૫, પ્રવાલભસ્મ તાલે છે અને સાકર તેલ ૧ એ સર્વને બારીક વાટી ૨૧ પડીકાં બનાવવાં. શરીર બળવાન હોય તે દિવસમાં બે વાર અને અશક્ત હોય તે દિવસમાં ૧ વાર ઘી સાથે ચટાડવાથી લેહીને વધારે, લેહીને ફરતું કરે, છાતી તથા માથે ચઢતું પિત્ત અટકાવે, પિત્તથી ઉત્પન્ન થતા કેઈ પણ જાતના વેગને અટકાવે, દાહને શાંત કરે અને ધાતુને વધારી પુષ્ટિ આપે છે.
૩. મેઢેથી જતી ધાત બંધ થાય-વરિયાળી, ફૂવાડિયાનાં બીજ, સૂરોખાર અને હરડેદળ એ એકેક તેલ, બહેડાંદળ તેલા, લિંબોળી તોલા અને સર્વના અડધે વજને સાકર લઈ ખાંડી વસ્ત્રગાળ કરી સવારસાંજ અડધા રૂપિયાભારને વજને વાસી પાણી સાથે મટતાં લગી ફકાવવું.
For Private and Personal Use Only