________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ઉપર ઉત્પન્ન કરે છે, તેને ઉત્તમા કહે છે. જે પુરુષની ઈન્દ્રિય ઉપર ઘણાં ઝીણાં છિદ્રો પડે છે અને તેમાંથી મૂત્ર કે વીર્ય નીકળે છે તેને શતપોનક કહે છે. શુકદેષની અંદર પુરુષને ખાવાપીવાના અવળા ઉપાયોથી ઈન્દ્રિયની ચામડી વાતપિત્તના કેપને લીધે પાકી જાય છે અને તેથી તાવ આવે છે તેને ત્વપાક કહે છે. જે પુરુષની ઇન્દ્રિય ઉપર કાળી તથા રાતા રંગની રેલીઓ ઊઠી આવે છે અને તે પાક્યા પછી તેમાં ઘણું સણકા મારે છે, તેને શોણિતાર્બુદ કહે છે. જે ઈન્દ્રિયનું માંસ દુખ થવાથી ઇન્દ્રિય ગાંઠ ગાંઠાવાળી થઈ જાય છે, તેને માંસાબુદ કહે છે. જે પુરુષની ઈન્દ્રિયનું માંસ સડીને ખરી પડે છે અને ઘણી જાતની વેદના ભગવે છે, તેને માંસપાક કહે છે. જે પુરુષની ઈન્દ્રિયના ભીતરના ભાગમાંથી વેદનાયુક્ત ગાંઠ બહાર આવે છે, તેને વિધેિ કહે છે. જે પુરુષને જુદા જુદા રંગનાં ઝેરી જીવડાંને લેપ કરતાં તેને લીધે લાગલી જ ઇન્દ્રિય પાકી જાય છે અને ઇન્દ્રિયનું બધું માંસ કાળા રંગનું થઈ, તે માંસ તૂટીને ખરી પડતું જાય છે, તેને તિલકાલક કહે છે. ઉપર જણાવેલા શુકદેષમાં માંસાબુદ, માંસપાક, વિદ્રધિ અને તિલકાલકએ ચાર અસાધ્ય છે ને બાકીના કષ્ટસાધ્ય છે.
આ શુકગમાં જે ફેલીએ દેહ વિનાની કઠણ હોય તે સજાની ગોળી ચોપડવાથી મટી જાય છે. જે ફેલી દાહયુક્ત હોય તે સો પાણીએ હૈયેલું ઘી લગાડવાથી અથવા પેળે મલમ ચોપડવાથી મટી જાય છે. જે ફેલીમાંથી વેદના વિનાનું ધળું પરુ નીકળતું હોય તે તેમાં ધોયેલા ઘીમાં કપૂર મેળવી ચેપડવાથી મટે છે. જે શુકદેષની ફેલ્લીઓ અસાધ્ય ગણેલી છે તેમાં નીલકંઠ રસની ગોળી ખાવાથી વખતે ઘણુ રોગી બચી જાય છે.
નીલકંઠ રસ-મોરગ્રથ તેલ ૧, આમળાં તોલા ૨, કર
For Private and Personal Use Only