________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ગુઘેન્દ્રિયને મોટી કરવાની તથા કઠણ કરવાની અથવા જાડી કરવાની ઇચ્છાથી તેના ઉપર કેટલીક જાતનાં જીવડાં અને ઝાડપાલાને લેપ કરે છે તેથી તેને કાંઈ પણ જાતને ગુણ નહિ થતાં અઢાર જાતને શુકદેષ નામને વ્યાધિ થાય છે. જો કે આયુર્વેદમાં પ્રમેહ અને તેની પિટિકા સુધીનું વર્ણન કરવામાં આવેલું જણાય છે અને તે પિટિકાઓના નામને મળતાં નામવાળા ઘણાંખરાં શુકદેષનાં નામે છે. આયુર્વેદનું ચિકિત્સાશાસ્ત્ર જોતાં પુરુષને બળવાન થવા માટે વાજીકરણનાં ઔષધે કહેલાં છે. આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે મેહન ઈન્દ્રિયની મૈથુન કરવાની શક્તિને ઉપયોગ માત્ર સંતતિ ઉત્પન્ન કરવા માટે જ હોવાથી, પુરુષની આખી જિંદગીમાં તે પુરુષ આયુર્વેદના નિયમ પ્રમાણે અને ધર્મશાસ્ત્રનાં બંધન પ્રમાણે દશ સંતાન ઉત્પન્ન કરે, તો તેને દશ વખત મૈથુન કરવાની જરૂર પડે છે. પરંતુ જ્યારથી તે કાળ બદલાયે અને મનુષ્યોમાં વિષયવાસનાની ઊર્મિ જાગ્રત થઈ અનાચાર થવા માંડ્યો, ત્યારથી પંઢવ ઉત્પન્ન થયું. તે પંઢત્વ માટે વાજીકરણ પ્રયોગે વૈદક શાસ્ત્રને નિર્માણ કરવા પડ્યા. તે પછી જેમ જેમ કાળ જતો ગયે તેમ તેમ ઉપદંશ તથા પ્રમેહ જેવા રોગોથી અને હસ્તમૈથુન જેવાં અકુદરતી સાધનોથી વીર્યપાત કરવાને શેખ વધવાથી ઈન્દ્રિયમાં શિથિલતા ઉત્પન્ન થઈ. તે મટાડવા માટે યુનાની વૈદકને જાણનારા તથા ઉત્પન્ન કરનારા આચાર્યોએ તે તે પુસ્તકોમાં શિથિલ થયેલી ઈન્દ્રિય ઉપર લેપ અથવા તેલનો ઉપયોગ કરવાની જે દવાઓ
ધી કાઢી તેનું નામ “તિલા” પાડયું. તે તિલાઓમાં અળસિયાં, બીરબુહટી નામનાં રાતાં જીવડાં, દેડકાંની ચરબી અને એવાંજ બીજી જાતનાં ઝેરી જંતુઓ અને વનસ્પતિઓને ઉપગ થયેલે જણાય છે. બીજી તરફ આર્યાવર્તામાં વસનારા આર્યજાતિમાં ગણાચેલા પરંતુ કામાસક્ત અને વિષયા થયેલા પુરુષે વાત્સ્યાયન
For Private and Personal Use Only