________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગંદર, શુક્રદોષ, શીતપિત્ત, વિસર્પ તથા વિસ્ફોટક ૮૨૩
ત્રષિએ રચેલા કામસૂત્રની રીતિ પ્રમાણેની મિથુનક્રિયાને ભૂલી જવાથી શુકદેષ નામના રેગની ઉત્પત્તિ થઈ.
જે માણસ ખરાબ જળજંતુઓને ઈન્દ્રિય ઉપર લેપ કરે છે એટલે કફ અને વાયુ કુપિત થઈ ત્યાં સરસવના દાણા જેવડી ધોળી ફેલી ઉત્પન્ન કરે છે, તેને સર્સપિકા કહે છે. અપ્રસસ્થ શુકનાં ઝેરી જીવડાં પડવાથી વાયુ કુપિત થઈ લેખંડના રંગ જેવી કઠણ ફેલ્લી ઉત્પન્ન કરે છે તેને અષ્ટીલિકા કહે છે. જે માણસને હંમેશાં શુકને એક સરખો ઇન્દ્રિય ઉપર લેપ કરવાથી કફમાંથી એક મોટી ગાંઠ ઉત્પન્ન થાય છે તેને ગ્રથિત કહે છે. જે માણસને રક્તપિત્તમાંથી જાંબુના ઠળિયા જેવડી ફેલી થાય છે તેને કુલિકા કહે છે. જે માણસને પ્રમેહપિટિકામાં વર્ણન કરેલી અરજી નામની ફેલ્લી જેવી રાતી અને કાળી દલીઓ થાય છે તેને અજી કહે છે. જે માણસને શુક ચેપડ્યા પછી ઈન્દ્રિયને દાબતાં અથવા. ચળતાં વાયુના કેપથી ઈન્દ્રિય સૂજી જાય છે તેને મૃદિત કહે છે. જે માણસને લેપ કરી રહ્યા પછી ઇન્દ્રિયને બંને હથેલીમાં રાખી પુષ્કળ ચોળવાથી વગર મુખની એક પિટિકા ઊપડે છે તેને સંમૂઢ કહે છે. જે માણસને કફ રક્તમાંથી અંદર અંદરથી કેટલીક ફૂટેલી અને લાંબી ઘણી પિટિકાઓ ઈન્દ્રિય ઉપર થાય છે, જેમાં અતિ વેદના થાય છે, તેને અવમથ કહે છે. જે માણસને પિત્તરક્તમાંથી ઉત્પન્ન થયેલી પિટિકા વચમાં હોય છે અને તેની આસપાસ નાની ફેલ્લીઓ થાય છે, જેને દેખાવ કમળના ફૂલની વાટકી જેવું લાગે છે, તેને પુષ્કરિકા કહે છે. જે માણસને શુકના લેપથી રક્ત દુષ્ટ થઈ તે દુષ્ટ રક્ત ચામડીમાં રહેલા સ્પશેન્દ્રિયના ગુણને નાશ કરે છે, એટલે ચામડી બહેરી થઈ જાય છે, તેને ૫
હાનિ કહે છે. જે માણસને વારંવાર શુકનો લેપ કરવાથી રક્તપિત્ત કુપિત થઈ અડદના દાણા જેવડી રાતી ફેલ્લીઓ ઈન્દ્રિય
For Private and Personal Use Only