________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
c૯૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
તેનું નામ ગ્રંથિગ કહેવામાં આવે છે. તે ગ્રંથિ રક્તમાં, માંસમાં મેદમાં, શિરાઓમાં અને હાડકાઓ સાથે સંબંધ ધરાવતી હોય છે. તેમાં શિરાગ્રંથિ અને હાડકાં સુધી પહોંચેલી ગ્રંથિ તથા શરીરમાંના એકાદા મર્મસ્થાન પર થઈ હોય તે અસાધ્ય જાણવી. જે એ ગ્રંથિ મર્મ સ્થાન પર થઈ હોય અને હાડકાં સુધી પહોંચી હોય, તો તે રાગી એકબે દિવસમાં મરણ પામે છે. જો મે સુધી પહોંચી હોય તે વખતે બચી જાય છે અને જે માંસ સુધી પહોંચી હોય તે તે રોગી સારો થાય છે.
બંદરોગ-શરીરના કેઈ પણ ભાગ ઉપર બગડેલે દોષ, માંસ અને લેહીને બગાડી પછી તે ગેળ, સ્થિર, મંદ, પીડાયુક્ત મેટી અને જેનાં મૂળ ઊંડાં ગયેલાં હોય એવી લાંબી મુદતે વધનારી તથા પાકનારી ગોળીઓ અંગઉપર ઊપસેલી ઉત્પન્ન કરે છે તેને અબુંદરોગ કહે છે. તે અબુદ વાયુથી, પિત્તથી, કફથી, રક્તથી, માંસથી અને મેદથી એ પ્રમાણે પ્રકારના થાય છે. તેનાં લક્ષણે ગ્રંથિરોગ જેવાં જણાય છે. અબુંદર અને ગ્રંથિમાં અમારા વિચાર પ્રમાણે એ ભેદ છે કે, પ્રથમ એક ગાંઠ દેખાય, તે વધે એટલે તેની નીચે બાજુમાં બીજી ગાંઠ દેખાય. એ પ્રમાણે ઉપર કહેલા છે પ્રકારના અબ્દની છ ગાંઠે, આબુના પહાડના શિખરની માફક એક એકની પાછળ દેખાય છે, તેને અબુંદરોગ કહે. આ રેગમાં કફનું તથા મેદનું પ્રાધાન્ય હોવાથી તે પાકને નથી. અને કદાચ પાકે છે અથવા ફાટે છે, તે તેમાંથી પરુ નહિ નીકળતાં રાતું તથા કાળું લેહી અને કાળા તથા ગંધાતા માંસના કટકા નીકળે છે. જેમ જેમ દિવસે જતા જાય તેમ તેમ અબુંદ પાકીને ધંતૂરાના ફૂલની માફક તેની ચામડીની કોર વળી જાય છે. અથવા બિડાયેલાં કરેણનાં ફૂલની માફક ચામડી અંદરથી વળી જાય છે અને તેમાં ભીતર કેતર પડતું જાય છે અને લેહી તથા સડેલું
For Private and Personal Use Only