________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
--
---
વેલું “ત્વકદોષનિરૂપણ” નામનું પુસ્તક વાંચવું. તેમાં તમામ વનસ્પતિઓનાં પાતરાં, છાલ, મૂળના લેપ, શેક, બફારા અને મલમપટ્ટાથીજ મોટાં મોટાં ભયંકર દર મટાડવાની ચિકિત્સા વિગતવાર લખવામાં આવેલી છે, તેમાં કોઈ પણ જાતની શસ્ત્રક્રિયા કરવાની જરૂર પડતી નથી. गलगंड, गंडमाळ, ग्रंथि, अर्बुद अने विद्रधि
रोगना केटलाक अनुभवसिद्ध उपायो
૧-વૈદ્ય ધીરજરામ દલપતરામ-સુરત ૧. લેપર-આમળાં, સુખડ તથા રતાંજળી એ ત્રણે વસ્તુને ગુલાબજળમાં સરખે ભાગે ઘસીને તેમાં થોડે ભાગે ગુલેઅરમાની નાખી ચોપડવાથી ગલગંડ મટે છે.
૨. ચેલાઈની ભાજીને રસ કાઢી તેમાં મુલતાની માટી મેળવી ગરમ કરી ચોપડવાથી ગલગંડ મટે છે.
૩. મરીકંથારનું મૂળ, રતાંજળી અને લેધર સમભાગે ઘસી તેમાં થોડી રસવંતી નાખી ચોપડવાથી ગલગંડ મટે છે.
૪. પહાડમૂળ તાજુ લાવી તેને રસ કાઢી, તે રસમાં દારૂહળદર ઘસી ચોપડવાથી ગંડમાળ મટી જાય છે. જે પહાડમૂળ તાજું ન મળે તે તેના ઉકાળામાં દારૂહળદર ઘસીને ચોપડવી.
૫. નાઈકંદ નામને સફેદ રંગનો એક કંદ થાય છે, તેને ભાંગે ત્યારે અંદરથી પીળે નીકળે છે, તે લાવી તેને રસ તથા સોનાગે ચોપડવાથી ગંડમાળ વેરાઈ જાય છે.
૬. જે ગંડમાળ પાકી હોય તો ડુકકરની ચરબી તેલા ૮ અને સિંદૂર તેલા ૨, મેળવીને ધીમા તાપે પકાવવું. એકરસ થાય
For Private and Personal Use Only