________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨-મર, રોજ, ફત્ત, विसर्प तथा विस्फोटक 1. ભગંદર -મળદ્વારની ઉપર અને અંડકોષની નીચે જે જાડી નસ છે, તે નસના મધ્યભાગમાં એકલી મગના દાણા જેવડી થાય છે અને તેની નીચે સેપારી જેવડી ગાંઠ અત્યંત વેદનાવાળી હોય છે. ગાંઠ પાકીને ફૂટે છે છતાં રુઝાતી નથી, બલ્ક તેનું નાસૂર બની જાય છે. તેને ભગંદર રોગ કહે છે. એ ભગંદર જુદી જુદી રીતે પાકવાથી પાંચ પ્રકારના થાય છે. ભગંદર રોગ ઉત્પન્ન થવાનું કારણ માધવનિદાને લખ્યું નથી, પરંતુ અનુભવથી સિદ્ધ થયું છે કે, જે રેગીને પ્રમેહને રેગ થયે હેય તે પ્રમેહને પિચકારીની દવાથી સારે કરવામાં આવ્યો હોય અથવા તે પ્રમેહની ઉપેક્ષા કરવામાં આવી હોય અથવા કેટલાક લેકે ના વિચાર પ્રમાણે પ્રમેહ થયા પછી ભાંગનું પાણી અથવા ઈન્દ્રિય–જુલાબનાં ઓસડ પેટપૂરતાં પીધા પછી પેશાબની હાજતને રોકી રાખી જેથી પેશાબ કરવાથી પરમિયે એકદમ મટી જાય છે. વળી બીજા કેટલાક ના વિચાર એવા છે કે, પ્રમેહ થયા પછી પુષ્કળ સ્ત્રી સમાગમ કરવાથી પ્રમેહ મટી જાય છે, અને વળી એવું પણ જોવામાં આવે છે કે, પ્રમેહના રેગીને મૈથુનની ઇચ્છા પ્રબળ હોય છે તેથી એવાં કારણેને લઈને પરુની ગતિને અપાનવાયુ ઉલટાવીને અંડકેષની નીચેની નસમાં રેકે છે. તે નસમાં વહેતા રક્ત સાથે મળીને તેની ગાંઠ બંધાય છે અને તે પાકીને ભગંદરનું રૂપ પકડે છે. પ્રમેહ થયા પછી જે રોગી કુપથ્યનું સેવન કરે છે તેથી જે ગાંઠવાળી ફોલ્લી થાય છે, તેમાંથી લાલ રંગનું ફીણવાળું પરુ તનખા મારતું વહે છે અને ત્યાં આગળ ઘણાં છિદ્રો પડે છે તથા આ 819 For Private and Personal Use Only