________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વણ તથા નાડીત્રણ
૮૧૫
મુરદાર શિંગતેલ ૧, મેરથુથુ તેલે ના, મીણ તોલે છે અને તલનું તેલ તેલા દ લઈ પ્રથમ તેલમાં મીણ નાખી થોડા અગ્નિ ઉપર ગરમ કરી મીણ ઓગળી જાય ત્યારે તેમાં સિંદૂર નાખવું અને ઘૂંટવું. બહુ ચીકણું થાય ત્યારે તેમાં બીજી વસ્તુઓ બારીક વાટી મેળવવી. આ મલમની પટ્ટી મારવાથી સર્વ પ્રકારના ત્રણ, ઘારાં વગેરે રુઝાઈ જાય છે. એક છોકરાને માથામાં લગભગ ઘણું ભાગમાં દુર્ગંધવાળાં ઘારાં પડ્યાં હતાં અને તેમાંથી પરુ નીકળતું હતું. આ મલમની પટ્ટી એક અઠવાડિયું મારવાથી તેને મટી ગયું હતું. આ મલમ ઘણું સારું કામ આપે છે.
–વિધ અંબારામ શંકરજી પંડયાવાગડ ૧. નાસૂર માટેઃ-ગધેડાનાં લીડાં અર્ધા તાજા તથા અર્ધા વાસી એક હાંડલામાં ભરી બાળવાં. તે હાંડલા ઉપર એક થાળી પાણી ભરીને મૂકવી. એ થાળીને જે મેશ લાગે તે લઈ તેમાં સમભાગે ગાયનું દૂધ મેળવી મર્દન કરી એકરસ થાય ત્યારે નાસૂર ઉપર ચોપડવું જેથી નાસૂર મટે છે.
૨. બકરાના ડાબા પગની નળીને બાળી ભરમ કરી, તે ભસ્મ, અડાયાંની ભસ્મ, કળીચૂને તથા કાશે એ સર્વનું ઘીમાં મિશ્રણ કરી નાસૂર ઉપર ચોપડવાથી મટી જાય છે.
૩. રાયણનાં બીને તેલમાં મલમ કરી ચોપડવાથી પણ નાસૂર મટે છે.
૪. સાજીખાર તથા સિંદૂર જળમાં મેળવી ચોપડવાથી નાસૂર મટે છે.
૪–વેદ્ય દેવજી આશુ સડેલાં ચાંદા ઉપર ત્રણ વરસનું જૂનું કળીચૂનાના પાણીનું પિતું રાખવાથી મટે છે.
For Private and Personal Use Only