________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
અને ગાંઠ રુઝાઈ જશે. રોગીને તમામ પાકતી, સડતી ને પરુ વહે તી અથવા શરૂઆતમાં થતી ગાંઠમાં જે પરેજી લખેલી છે, તેમાં જે તે રોગી હિંગ ખાશે તે ગાંઠ મસઈ જશે એટલે કઠણ થઈ જશે. જે દરદમાંથી પરુ વહેતું હશે તે તે દરદના મુખ ઉપર ચણા જેવડી ગાંઠ બંધાઈ જશે, તે વખતે દરદ સારું થાય તે પણ પેલી બંધાયેલી ગાંઠરૂપી ગોળી મટતી નથી. જે ચણા ખાવામાં આવશે તે ગાંઠની અંદરનું માંસ ફૂલશે. જે આદુ ખાધામાં આવશે તે ગાંઠ સડી જશે અને તેની અંદરથી પુષ્કળ દુગધ નીકળશે. જે ખાંડ ખાધામાં આવશે તે દરદમાં રસી થશે અને તે દરદ પાક્યા પછી ઋાવવું મુશ્કેલ થઈ પડશે. - જ્યારે કોઈ રેગીને વિદ્રધિ થતી દેખાય ત્યારે ભૂલેચૂકે પણ તેને ઉપર જળે લગાડવી નહિ, અથવા તેની ઉપર ખેંચાય તેવા લેપ તથા કોઈ પણ જાતના મલમની પટ્ટી મારવી નહિ. અથવા કઈ પણ સંજોગોમાં તેને નસ્તરથી ચિરાવવી નહિ. પણ જ્યારે બહિરવિદ્રધિનું સ્વરૂપ જણાય, ત્યારે તેના ઉપર ગુલેઅરમાની ગુલાબજળમાં મેળવી ઉપરાછાપરી એવી રીતે પડવી કે, તે સુકાય નહિ તેમ તેના પિપડા પણ બાઝે નહિ. આ પ્રયોગની સાથે તેને પચ્યાગૂગળની બબ્બે ગોળી દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપતા જવી. એ ગોળી ખાવાથી વિધિ અંદરના ભાગમાં ઊતરી જશે નહિ, કારણ કે જે વિધિ અંદરના ભાગમાં ઊતરી ગઈ, તે તેજ ક્ષણે રેગીનું મરણ થાય છે. એટલા માટે ગેળી ખવડાવવી અને ગુલેઅરમાની તથા ગુલાબજળ ચેપડ્યાજ કરવું. એ ગુલેઅરમાની ને ગુલાબજળ ચોપડવાથી વિદ્રધિની આસપાસને સેજે વેરાઈ જાય છે અને વિદ્રધિની ગાંઠ, ઉપર તરી આવી એની મેળે ફૂટી જાય છે. આમ તે ફૂટી ગયા પછી પણ એજ ચેપડ્યા કરવાથી અંદરનું તમામ પર નીકળી જઈ એની મેળે રુઝાઈ જાય
For Private and Personal Use Only