________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ઠરેલો કચરે, ગોળ, મીઠું, હળદર અને માથાના વાળ એ સર્વને એકઠા કરી, લેખંડની કડછીમાં દેવતા ઉપર મૂકી, ખદખદાવવાં. તે પછી તેને કપડા ઉપર લઈ ગરમ ગરમ પેલા જખમ ઉપર ચપક દેવા. પછી ખમાય તેવું થાય એટલે તેને માટે બાંધો. આ પાટે દરરોજ બદલવાથી બે ચાર દિવસમાં ચામડીમાં જેટલી જગ્યામાં જે આવ્યું હશે, તેટલી જગ્યાની ચામડી ભીતરથી રુઝાઈ ઉપરથી મરી ગયેલી સફેદ બની જશે. પણ ભૂલેચૂકે તે ચામડીને કાતરી નાખવામાં આવશે, તે તેની નીચે રહેલી ગુલાબી કેમળ રંગની ચામડી પાકી જશે. એટલા માટે સફેદ ચામડી જ્યાં સુધી પિતાની મેળે નીકળી જાય નહિ ત્યાં સુધી તેને કાઢી નાખવી નહિ. પણ જે એ ચામડીના પડમાં પર કે પાણી ભરેલું જણાય છે તેને કાતરથી જરાક છિદ્ર પાડી આ પવું, પણ ચામડી ઉકેલવી કે કાતરવી નહિ, આ પાટાથી સેંકડો રોગી આવી ભયંકર મુશ્કેલીમાંથી બચી ગયા છે તેમ એની ઉપેક્ષા કરવાથી ઘણા લોકેને લાકડાને પગ ઘાલી ઠબક ઠબક ચાલતા જોયા છે. કેટલીક વાર ગામડાંના લેકેને ચોમાસાની મોસમમાં કાદવમાંથી બાવળના કેહેલા કાંટા વાગે છે, જે નીકળી શકતા નથી. તેથી વખતે પગ પાકે છે તો તે કાંટે એની મેળે નીકળી જાય છે. પણ પગ પાકે નહિ અને કાંટાને લીધે જમીન પર પગ મુકાય નહિ, એવું થયું હોય તે ઝંઝેટા (અઘેડા) નાં પાતરાં નંગ ત્રણ લઈને પાવલીભાર ગેળમાં મેળવીને ત્રણ દિવસ સુધી દિવસમાં એક વાર ખાવાં, એટલે પગમાં ભાંગી રહેલે સડેલ. કાંટે પીગળી જશે, અથવા અંદર ને અંદર એ મસાઈ જશે કે જાણે પગમાં કાંટે છેજ નહિ.
કેટલીક વાર એવું બને છે કે, કઈ ચીજ વાગવાથી સીધો ચીરે એટલે ઘા પડી જાય છે. તે વખતે કાળિયા સરસના ઝાડના
For Private and Personal Use Only